ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે બિન અનામત વર્ગને આપી બીજી ભેટ, હવે વય મર્યાદામાં કર્યો વધારો

રાજ્ય સરકાર દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બિન અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપ્યા બાદ બિન અનામત વર્ગના ઉમેદવારોને હવેથી 5 વર્ષની છૂટ મળશે. આ નિર્ણયથી 40 વર્ષની ઉંમર સુધીના લોકોને સરકારે છૂટ મળશે.

બિન અનામત વર્ગના યુવાનોની વય મર્યાદા વધારવા માટે ઘણા સમયથી માંગ હતી. જેના પર સરકારે ચૂંટણી સમયે ધ્યાને રાખતા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં બિન અનામત વર્ગને સરકારી નોકરીઓમાં પાંચ વર્ષની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

READ  કેપ્ટન વિરાટ કોહલીએ કર્યો ખુલાસો કેમ રૂષભ પંતને ના મળ્યુ વલ્ડૅકપની ટીમમાં સ્થાન?

સરકારનો નિયમ સરકારની આવનારી જાહેરાતોમાંથી જ લાગુ કરાશે. એટલે તે તેનો અમલ 01-01-2019થી કરવામાં આવશે.ગુજરાત રાજ્યમાં પાસ દ્વારા પાટીદાર અનામત આંદોલન.શરૂ કરાતાં રાજ્યમાં અનામતની આગ ઉઠી હતી. છેવટે સરકારે તાજેતરમાં સવર્ણનો 10 ટકા અનામતનો લાભ આપતો નિર્ણય લીધો હતો.

રાજ્ય સરકાર સામે ઘણા લાબાં સમયથી પડતર માંગણી પર ચર્ચા કરવામાં આવી રહી હતી. અનામત આયોગે સરકાર સમક્ષ માગણી કરી હતી કે SC, STની જેમ બિન અનામત વર્ગના લોકોને વય મર્યાદામાં છૂટછાટ મળવી જોઇએ, સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી કે જો 10 ટકા અનામતનો લાભ મળી રહ્યો છે તો ઉંમરમાં પણ છૂટછાટ મળવી જોઇએ. જેથી સરકારે આ નિર્ણય લીધો છે.

READ  શું છે સિંહોના મોત પાછળનું યોગ્ય કારણ ? વાયરસ, બેદરકારી કે પછી તંત્ર

[yop_poll id=1703]

Top News Stories Of Gujarat : 28-02-2020 | TV9News

FB Comments