• April 20, 2019

અમદાવાદમાં 450 વર્ષ જૂની દરગાહના કારણે રેલવે ટ્રેકનું કામ અટકી ગયું, જાણો શું છે ખાસ આ દરગાહમાં ?

અમદાવાદના મણિનગર રેલવે ટ્રેક નજીક નવો ટ્રેક બનાવવાની કામગીરી શરૂ કરતાં વિવાદ સર્જાયો છે. જે જોતાં નવો ટ્રેક બનાવવાનું કામ સમયસર પૂર્ણ થાય તેમ લાગી રહ્યું નથી. સ્થાનિકો તેમજ નજીકમાં રહેલા વક્ફ બોર્ડના સભ્યોએ 450 વર્ષ જૂના દાઉદી વોરા સમજના દરગાહને મુદ્દે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી છે.

ફરિયાદી પક્ષે માંગણી કરી છે કે રેલવે ટ્રેકની નજીકમાં જ દરગાહ આવેલી છે. જો નવો ટ્રેક બનાવવામાં આવે તો અકસ્માતનો ભય વધી શકે છે. અરજદારે માગ કરી કે અકસ્માતો નિવારવા માટે વાહનોની અવર જવર થઈ શકે તેવો વૈકલ્પિક રસ્તો બનાવવો જોઈએ.

આ પણ વાંચો : IPL-2019: ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ મેચ જીત્યું, રૈનાએ બનાવ્યો ખાસ રેકોર્ડ તો ધોનીએ ફરી એક વખત લોકોના દિલ જીત્યાં, જાણો શું કર્યું ખાસ

હાલ સાઈટ પર અડધો સબવે અને વોક વે તૈયાર કરવામાં આવ્યો છે. જેના કારણે મણિનગર સ્ટેશન પર 120 ટ્રેનોમાંથી 62 જેટલી ટ્રેનોને ઊભી રાખવામાં આવી રહી છે. જેના કારણે અહીં છેલ્લા ઘણાં સમયથી અકસ્માતની પણ ઘણી ઘટના બની રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

દરગાહ અંગેના વિવાદ પર દાઉદી વોરા સમાજે હાઈકોર્ટમાં જવા અંગે કહ્યું કે, અમે રેલવેના અધિકારીઓ સાથે ઘણી બેઠકો રી હતી પરંતુ તેમને કોઇ જ બાંહેધરી આપી ન હતી. તેથી પિટીશન દાખલ કરાતાં હાલ ટ્રેકની કામગીરી રોકી દેવામાં આવી છે. આ અંગે વધુ સુનાવણી 4 એપ્રિલે હાથ ધરાશે.

આ પણ વાંચો : હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ થામ્યો, ભાજપની આ અભિનેત્રી સામે લડી શકે છે ચૂંટણી

આ દરગાહ સાથે ઘણી લોક માન્યતાઓ પણ જોડાયેલી હોવાનું સામે આવી રહ્યું છે. વોરા સમાજના અનુસાર, અહીં મૌલ્યા ફિરોઝ સાહેબની મજાર આવી છે. અને તેમના અંગે એવી દંતકથા પણ છે કે જ્યારે બ્રિટિશ સરકારે રેલવે લાઇન બનાવવની કોશિશ કરી ત્યારે દરરોજ પાટા જાતે જ ઉખડી જતાં હતા. રેલવે તંત્ર હાલમાં આ મામલે કોઇ વચગાળાનો રસ્તો શોધી રહી છે.

Scuffle among supporters of Alpesh Kathiriya and Hardik Patel at a public meeting in Ahmedabad- Tv9

FB Comments

Hits: 2314

TV9 Web Desk6

Read Previous

IPL-2019: ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ મેચ જીત્યું, રૈનાએ બનાવ્યો ખાસ રેકોર્ડ તો ધોનીએ ફરી એક વખત લોકોના દિલ જીત્યાં, જાણો શું કર્યું ખાસ

Read Next

શું વડાપ્રધાન મોદી ગુજરાતના બદલે દક્ષિણની આ બેઠક પરથી લડશે ચૂંટણી ? વારણસી પછી બેંગલુરૂ બેઠક પર મોદીનું નામ ચર્ચામાં

WhatsApp chat