ભાજપની યાદી જાહેર થવા પહેલાં જ અમદાવાદ પૂર્વની બેઠક પરથી પરેશ રાવલે પોતાના નામ અંગે કહી દીધી મોટી વાત

ભાજપમાં લોકસભાની ચૂંટણી માટે એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર થઇ રહી છે ત્યારે કેટલાંક ઉમેદવારોના નામ જાહેર ન થતાં નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે કેટલાંક નેતાઓ સામેથી જ પોતાનું નામ પાર્ટીથી અલગ કરી રહ્યા છે.

બોલિવૂડ અભિનેતા અને અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પરથી ભાજપ સાંસદ પરેશ રાવલને પણ પોતાનું નામ પસંદ ન થાય તેવી વાતની જાણ થઇ ગઇ હોય તેમ તેમને પણ પોતાનું નામ અલગ કરી લીધું છે. 2019ની લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કરી લીધો છે.

બોલિવુડમાં બાબુ ભૈયાના નામે પ્રખ્યાત ભાજપ સાંસદના કામથી પરેશ રાવલનો પક્ષ જ કદાચ સંતુષ્ટ થયા નથી. જેથી તેમને ટિકિટ ન મળવાની આશા લાગી રહી હતી. જે પછી પરેશ રાવલે શનિવારે સ્પષ્ટ કરી દીધું છે અને કહ્યું કે, મેં 4-5 મહિના પહેલાં જ પાર્ટીને જણાવી દીધું હતું કે હું ચૂંટણી લડવા માંગતો નથી. પરંતુ તેનો અંતિમ નિર્ણય પક્ષના વરિષ્ઠ નેતાઓ કરશે.

READ  BJPની આ પૂર્વ મહિલા મંત્રી હારી ગઈ તો કાર્યકર્તાઓને ધમકાવ્યા, કહ્યું "જેણે મને વૉટ નથી કર્યાં તેમણે હવે રોવું પડશે."

આ પણ વાંચો : ભાજપે ગુજરાતમાં સોશિયલ મીડિયા માટે બનાવી ‘ત્રિસ્તરીય રણનીતિ’, ફેક ન્યુઝથી બચવાની ખાસ આપવામાં આવી સલાહ

અત્રે નોંધનીય છે કે પરેશ રાવલ 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પરથી કોંગ્રેસના હિમ્મત સિંહ પટેલને 3 લાખથી પણ વધુ મતોથી હરાવી દીદા હતા. જેના કારણે કોંગ્રેસની મોટી હાર થઇ હતી. 2014માં સીમા ફેરફાર પછી અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકોની અલગ કરવામાં આવી છે.

READ  રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ યુવરાજ માંધાતાસિંહ જાડેજા બનશે રાજા

Oops, something went wrong.

FB Comments