અમરાઈવાડી ધારાસભ્યનો પ્રયોગ, જનતા કરી શકશે ઘરે બેસીને ફરિયાદ, જાણો વિગત

આજના આધુનિક જમાનામાં  અનેક લોકો ટેકનોસેવી થઇ ગયા છે.  ટેકનોલોજી ઉપયોગ જનહિતમાં કઈ રીતે કઇ શકાય એ માટેની પહેલ  અમદાવાદમાં જોવા મળી છે. અમરાઇવાડીના ભાજપના એમએલએ જગદીશ પટેલે  પોતાના મતવિસ્તાર માટે ખાસ એપ બનાવી છે જે આગામી દિવસોમાં લોન્ચ કરવામા આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : આમિરખાનની આવનારી ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”નું પોસ્ટર રિલીઝ

મંગળવારે ભાજપના ધારાસભ્ય તરીકે ગાંધીનગર ખાતેશપથ ગ્રહણ કરતાં પહેલાં જ જગદીશ પટેલ દ્વારા આમ જનતા માટે  એક એપ તૈયાર કરવામા આવી છે.  જેનો આગામી 10 થી 12 દિવસમા લોકો ઉપયોગ કરી શકશે. આ એપનો મુખ્ય હેતુ પોતાના મત વિસ્તારના લોકો તેમની સાથે જોડાઈ રહે અને કોઇપણ સમસ્યા કે વિસ્તારમાં મુશ્કેલી હોય તો કાર્યાલય સુધી આવવાની જરૂર ન પડે પોતાના વિસ્તારમાંથી જ જાણકારી આપી શકે એવો છે.

READ  મહારાષ્ટ્રમાં મહાખેલ: જાણો કોણ છે દેવેન્દ્ર ફડણવીસને ફરી વખત મુખ્યપ્રધાન બનાવનારા અજીત પવાર?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ એપ અંગે ચર્ચા કરતા જગદીશ પટેલે જણાવ્યું હતું કે આ વિધાનસભામાં શ્રમજીવી અને અર્બન એમ બે અલગ અલગ વર્ગના લોકો રહે છે. જેમને અલગ પ્રશ્નો અને સમસ્યા છે. તમામ લોકો પોતાના ઘરેથી જ મોબાઈલ દ્વારા પ્રશ્નોની રજૂઆત કરી શકે એ માટે આ એપ બનવવામાં આવી છે. એપ માટે કોઈ સ્માર્ટફોનની પણ જરૂર નથી. જો કે હાલમાં તો એપ પ્રાથમિક સ્ટેજ પર છે જેમા આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ તથા મહત્વની જાણકારી પણ આપવામા આવશે.

READ  પેટાચૂંટણી પહેલા જ બાયડમાંથી દારૂનો મસમોટો જથ્થો ઝડપાતા રાજકારણ ગરમાયું, જુઓ VIDEO

આ એપને AMCની  સાથે પણ લિંક કરવામા આવશે જેના કારણે અમરાઈવાડી વિસ્તારની સમસ્યા સીધી રીતે તંત્રને ખ્યાલ આવશે.  આ એપના લીધે સમસ્યાનું સમાધાન પણ કરી શકાશે. એપ અંગે ચર્ચા કરતા ત્યાંના સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પ્રથમવાર આ પ્રકારની પહેલ કરવામાં આવી છે. જેનાથી લોકોની સમસ્યાનું નિવારણ થશે. સંગઠનની પેજ પ્રમુખની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં આ એપ કાર્યરત થાય એ માટે કામ કરવામાં આવશે.

READ  અરૂણાચલ પ્રદેશમાં NPPના ધારાસભ્ય સહિત 11 લોકોની શંકાસ્પદ ઉગ્રવાદીઓએ કરી હત્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાલમા તો ભાજપના તમામ કાર્યકર્તાઓ દ્વારા આ એપને ડાઉન લોડ કરવામા આવી રહી છે અને પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.  આગામી દિવસોમા એપને મોનિટરીગ કરવા માટે પણ ટીમ બનાવવામા આવશે. કોઈ ણ MLA દ્વારા પોતાના મતવિસ્તાર સાથે કનેક્ટ રહેવા કરાયેલો આ નવતર અને પહેલો પ્રયોગ છે.  ઓનલાઈન લોકોને કનેક્ટ કરવાનો આ પ્રયોગ કેટલો કારગર નિવડે છે તે આગામી દિવસોમાં જ જોવા મળશે.

 

 

Oops, something went wrong.
FB Comments