ISIS આતંકી ગુજરાતમાં કેવી રીતે ઘૂસ્યો, કોણે આપ્યું મકાન? વાંચો તમામ વિગત

યુનુસ ગાઝી | અમદાવાદ,  દિલ્હી પોલીસે ઝડપી પાડેલ ISIS સંકળાયેલા ત્રણ આતંકીઓની પૂછપરછમાં બહાર આવેલી વિગતોને આધારે દિલ્હી પોલીસે આપેલા ચોક્કસ ઇનપુટ તથા ટેક્નિકલ સર્વેલન્સને આધારે ગુજરાત ATSએ વડોદરા પોલીસની મદદથી ગોરવામાંથી ચોથા ISIS આતંકીને ઝડપી પાડ્યો છે. છેલ્લા 10 દિવસથી ગોરવામાં રહેતો મૂળ તામિલનાડુનો વતની ઝફર ઉર્ફે ઉંમર નામનો આતંકી વડોદરા ભરૂચ સહિતના મધ્ય ગુજરાતમાં ISISના મોડ્યુલ ઉભા કરવા માટે પ્રયત્નશીલ હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હત્યા મારામારી સહિતના સંખ્યાબંધ ગુનાઓમાં સંકળાયેલા છે.  ગુનેગારો છેલ્લાં કેટલાંક સમયથી તમિલનાડુમાં ભેદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને જેહાદની વાતો કરી રહ્યા હતા. અચાનક જ આ 6 લોકો ફરાર થઈ ગયા અને તમિલનાડુ પોલીસ રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલ આ 6  ગુનેગારોને લોકેટ કરી ગતિવિધિઓ ચેક કરી રહી હતી.  દરમિયાન ત્રણ આતંકીઓ દિલ્હીમાં લોકેટ થયા. દિલ્હી પોલીસે આ ત્રણેય શકમંદોની પૂછપરછ કરી તો ખુલાસો થયો કે તેઓનો એક સાથીદાર ગુજરાતમાં પણ  સક્રિય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: લોકસભામાં NIA સંશોધિત બિલની રજૂઆત સમયે અમિત શાહ અને ઓવૈસી આમને-સામને

 

ચોથા આતંકી અંગે વધુ તપાસ તથા ટેકનિકલ સર્વેલન્સને આધારે બહાર આવેલી માહિતી બાદ ગુજરાતમાં સક્રિય થયેલ ચોથો આતંકી એટલે કે ઝફર ઉર્ફે ઉંમર વડોદરાના ગોરવામાં લોકેટ થયો.  ગુજરાત ATSને આ અંગેની માહિતી પહોંચાડવામાં આવી અને ગુજરાત ATSએ વડોદરા પોલીસની મદદથી ગત રાત્રે એક ઓપરેશન હાથ ધરીને ઝફર ઉર્ફે ઉમર નામના આતંકીને ઝડપી પાડયો.
રહસ્યમય સંજોગોમાં તેઓના મૂળ વતનથી ગુમ હતા અને જે સમય દરમિયાન આ છ શંકાસ્પદ લોકો તામિલનાડુમાં હતા.  તેઓની ગતિવિધિઓ શંકાસ્પદ રહી હતી. જેહાદ ની વાતો કરી રહેલા આ છ લોકો કોઈ આતંકી પ્રવૃતિઓ માટે પ્રયત્નશીલ હતા.  જેઓ ચોક્કસ મિશન સાથે તમિલનાડુ બહાર ગયા હોવાની માહિતી સુરક્ષા એજન્સીઓને મળી હતી. તમિલનાડુ પોલીસની માહિતીને આધારે દેશભરની પોલીસ સક્રિય બની હતી અને સૌથી પહેલી સફળતા મળી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મળી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોરોનાના પગલે 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ પર પ્રતિબંધ

દિલ્હીમાંથી ત્રણ આતંકીઓને ઝડપી પાડયા ત્યાંથી નામ ખૂલ્યું ચોથા આતંકી ઝફર ઉર્ફે ઉમર મોહમ્મદ હલીક કે  જે તમિલનાડુના કુડ્ડુલોર જિલ્લાના નેલ્લી કુપ્પમ વિસ્તારનો રહેવાસી છે. ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કરેલ છેઅને ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.  તેની વિરુદ્ધ તમિલનાડુમાં સંખ્યાબંધ ગુના નોંધાયેલા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
ઝફર ઉંમરની પ્રાથમિક પૂછપરછ તથા તપાસમાં વિગતો ખુલી છે કે તે 21 ડિસેમ્બરે ગુજરાતમાં આવ્યો હતો.  સૌપ્રથમ તે વડોદરા કરજણ રોડ ઉપર આવેલ જામ્બુઆ ગામે ગયો હતો. જામ્બુઆથી તે જંબુસર અને ત્યારબાદ ભરૂચ ગયો હતો. છેલ્લે વડોદરાના ગોરવામાં રહેવા લાગ્યો હતો.  અત્યાર સુધી ઝફર ઉંમર જામ્બુઆ જંબુસર અને વડોદરામાં કોની કોની સાથે સંપર્કમાં આવ્યો હતો,  કોની સાથે રહેતો હતો તે તમામ બાબતો અંગે ગુજરાત ATS તથા ભરૂચ અને વડોદરા SOG પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ઝફર સાથે સંપર્કમાં રહેલા મુબારક  તથા અબ્રાર નામના બે વ્યક્તિઓની ભૂમિકાની તપાસ ATS કરી રહી છે.  કારણ કે મુબારકની મદદથી તેને ગોરવામાં મકાન મળ્યું હતું.  આ ઉપરાંત  કયા કયા લોકો સંપર્કમાં આવ્યા હતા તે અંગે તેની કોલ ડીટેલ તથા તેની સાથે સંપર્કમાં આવેલા લોકોની કોલ ડિટેલના આધારે ગુજરાત ATS આગામી દિવસોમાં વધુ કાર્યવાહી કરી શકે છે. ઝફર ઉંમર વડોદરા તથા ભરૂચમાં ISISના મોડ્યુલ બનાવવા પ્રયત્નશીલ હતો.  જેથી તેની સાથે સંપર્કમાં આવેલ આ ત્રણેય શહેરોના શકમંદોની તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ સહિત કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને અન્ય સંબંધિત એજન્સીઓ  ગુજરાત ATS ખાતે પહોંચી ચુકી છે અને સંયુક્ત રીતે પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન અન્ય કયા-કયા ખુલાસાઓ થાય છે તેની રાહ જોવી રહી.
FB Comments