BIG BREAKING: ગુજરાતમાં પણ ISIS સક્રિય ? વડોદરામાંથી ATSએ કરી આતંકવાદીની ધરપકડ

Gujarat ATS arrests terrorist Zafar Ali from Vadodara

વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી ગુજરાત ATSએ આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી એવો આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે.

આ પણ વાંચો: કચ્છ: રણ ઉત્સવના ટેન્ટમાં લાગી આગ! પ્રવાસીઓમાં મચી અફરાતફરી, જુઓ VIDEO

આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભું કરવાની ફિરાકમાં હતો ત્યારે, દિલ્હીમાં ઝડપાયેલા અને ગુજરાત ATSએ ઝડપેલો આતંકી એકજ જૂથના હોવાનો ખુલાસો થયો છે. વર્ષ 2014માં હિન્દુવાદી નેતા સુરેશ કુમારની હત્યા બાદ આજ ગૃપના 6 સભ્યો ફરાર થઈ ગયા હતા. દિલ્હીમાં ઝડપાયેલા 3 આતંકીઓમાંથી 2 આતંકીઓએ સુરેશ કુમારની હત્યા કરી હતી. આતંકી ઝફર 2014 બાદ નેપાળ જઈને ઉત્તરપ્રદેશ આવ્યો હતો. આ તમામ 6 આતંકીઓ વિદેશી હેન્ડલરના માધ્યમથી મળતા હતા. અને આતંકવાદીઓ ઇનપુટ માટે એક એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુરત: સ્મીમેર હોસ્પિટલના મલ્ટીલેયર પાર્કિંગમાં યુદ્ધના ધોરણે 548 બેડની હંગામી હોસ્પિટલ તૈયાર

પોલીસના દાવા પ્રમાણે, સિસ્ટર એજન્સીએ ઈનપુટ આપ્યા હતા કે- તામીલનાડુના કુલ 6 શખ્સો તેમના મૂળ રહેઠાણથી ફરાર થયા છે. તેઓ હત્યાના ગુના સહિત અને ગુનામાં સંડોણવી ધરાવે છે. તેઓ કોઈ અજાણ્યા મિશન માટે રાજ્ય બહાર ગયા છે. ફરાર થયેલા શખ્સોમાંના કેટલાક લોકો અજાણ્યા સ્થળો ઉપર જેહાદ કરવાની વાતો કરતા હતા. આ શખ્સો કટ્ટર મુસ્લિમ પંથી વિચારધારા ધરાવતા અને ISISથી પ્રભાવિત છે. અને તેઓ કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવાની પૂરેપરી સંભાવના ધરાવે છે.

READ  કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે કૃષિપ્રધાન આર.સી.ફળદુનું નિવેદન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ખાનગી એજન્સી તરફથી મળેલા ઈનપુટના આધારે ગુજરાત ATSની ટીમ પણ કામે લાગી હતી. ATSની ટીમે ટેકનિકલી અને ગુપ્ત બાતમીદારો દ્વારા તપાસ કરાવતા 6 શખ્સો પૈકીનો જાફર અલી નામનો શખ્સ ગોરવા વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જેથી એટીએસ અને વડોદરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને ગોરવા વિસ્તારના પંચવટી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો. આ શખ્સે કબૂલાત કરી છે તે ગુજરાતમાં પોતાનું નવું મોડ્યુલ ચાલું કરવા માટે આવ્યો હતો. તે તામીલનાડું અને દિલ્લી સ્પેશિયલ સેલના ગુનામાં સંડોવાયેલો છે. તેની વધુ તપાસ માટે દિલ્લી સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો છે.

READ  Detained vehicles aggravate traffic woes in the city, Valsad

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments