ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન, 51 વિદેશી હથિયાર જપ્ત કરી 10 આરોપીની કરી ધરપકડ

Gujarat ATS busts illegal weapon supply racket more 51 arms seized

ગુજરાત ATSની ટીમ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ગત અઠવાડિયે રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી 54 હથિયાર જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કરી હતી જેમાં 80 લાખનો મુદ્દામાલ જપ્ત થયો હતો. ત્યારબાદ તાજેતરમાં વધુ 51 હથિયારો સાથે 10 આરોપીઓની ધરપકડ કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી આ હથિયાર જપ્ત કર્યા છે. અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસના માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. છેલ્લા નવ દિવસથી ATSની ટીમો અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલીમાં વિવિધ સ્થળે દરોડા પાડી રહી હતી.

READ  સુરતમાં DJ વાળા બાબુએ વગાડ્યું 'સરકારી કચરા' વાળું ગીત કે જાનૈયાઓ પણ ઝૂમી ઉઠ્યા,એક વખત જરૂરથી જુઓ દિલ ખુશ કરતો વીડિયો

આ પણ વાંચો: રાજકોટ: ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments