ગુજરાતમાં હવે 24 કલાક ખુલ્લી રહેશે દૂકાનો, હોટેલો અને સિનેમાઘરો, રાત્રે પણ ખરીદીની માણી શકશો મજા!

ગુજરાત 24 કલાક ઓપન માર્કેટવાળું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. મોડી રાત્રે ખાવા-પીવાના શોખીનો માટે રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે. ગુજરાતમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે.

24 કલાક માર્કેટ ખુલ્લી રાખવાની મંજૂરી મળી ચૂકી છે. 24 કલાક રેસ્ટોરન્ટ્સ અને દુકાનો ખુલ્લી રાખવાના જાહેરનામાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ રેગ્યુલેશન એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એક્ટ પર મંજૂરીની મહોર મારી દેવાઈ છે. હવે રાજ્યભરમાં દુકાનો, હોટલો અને સિનેમાગૃહ 24 કલાક ચાલુ રહી શકશે.

READ  નોકરીયાત વર્ગ માટે એક સમાચાર, PF પર મળતા વ્યાજદરમાં થઈ શકે છે આટલો ઘટાડો

મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ મહાનગરો, નેશનલ હાઇવે, રેલવે સ્ટેશનો, એસ.ટી બસ સ્ટેશનો કે હોસ્પિટલમાં આવેલાં વ્યાવસાયિક સંસ્થાઓ 24 કલાક ખુલ્લા રાખી શકાશે. ત્યારે પેટ્રોલપંપો પરની તમામ દુકાનો, સિનેમાગૃહો, દવાખાનાં કે અન્ય વ્યાવસાયિક સંસ્થાનો પણ ખુલ્લા રાખી શકાશે. હવેથી પોલીસ કે અન્ય કોઇ સત્તાતંત્ર આ દુકાનોને બંધ કરવા ફરજ પાડી શકશે નહીં.

આ પણ વાંચો: કાશ્મીરથી આવી 29 વર્ષ પછી સૌથી સારી ખબર, શરૂ થઈ ગઈ કાશ્મીરી પંડિતોની ‘કાશ્મીર વાપસી’

જો કે નાના શહેરો, ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો, હોટેલો કે અન્ય સંસ્થાનો ખુલ્લા રાખવા માટેનો સમયગાળો 24 કલાક નહીં રહે. નગરપાલિકા વિસ્તારો કે સ્ટેટ હાઇવે પરના સંસ્થાનો રાત્રે 2થી 6ના સમયગાળા સિવાયના કલાકો દરમિયાન ગમે ત્યારે ખુલ્લા રહી શકે. સુરક્ષાની જવાબદારી શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં SPની રહેશે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ શુભ રહેશે

 

 

આમ આ કાયદાના અમલ થકી ગુજરાતના વેપારીઓ તથા ગ્રાહકોમાં ખુશી છવાઈ છે. જેને લઈને અમદાવાદના એસ. જી.હાઈવે તથા વિજય ચાર રસ્તા પર આ કાયદા અમલ લોકો પ્રથમ દિવસે જ લુત્ફ લેતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે 2 થી 2.30ના સમયે પણ ફૂડ સ્ટોલ્સ અને નાની રેસ્ટોરન્ટ્સ ખુલ્લી જોવા મળી હતી સાથે જ વેપારીઓએ 24 કલાક રેસ્ટોરન્ટ્સ ખુલ્લી રાખવા તૈયારી બતાવી હતી.

READ  દેશના ગૌરવ અને બહાદુર પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન ભારત પરત ફર્યા આગામી 24 કલાકોમાં તેમની સાથે શું-શું થશે ? જાણો આ ખાસ રિપોર્ટમાં

 

Despite of lockdown people seen roaming freely in Ahmedabad| TV9News

FB Comments