માત્ર 10 હજારમાં યુપીના શૂટરે ભરૂચના યુવાનનો જીવ લીધો, ક્રાઈમ બ્રાન્ચે ખોલ્યું રહસ્ય

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોહમ્મદ શાહબાન શેખ અને મોહમ્મદ રિઝવાન શેખના નામના બે સાગા ભાઈઓની પાડોશીની ચોરીનો આરોપ મુકવા જેવી સામાન્ય બાબતમાં સોપારી આપી હત્યા કરાવી નાખવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. યુપીના રોની નામના શૂટરને બે ભાઈઓએ 10 હજારમાં સોપારી આપી પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીમારી હત્યા કરાવી નાંખી હતી.

શૂટરોની અગાઉ કામરેજમાં શાહબાન સાથે કામ કરતો હતો જે બાદમાં ગુનાની દુનિયા તરફ વળ્યો હતો પરંતુ તેની પાસે ઘણા સમયથી કામ ન હતું જે કોઈ ચોરી, લૂંટ, હત્યા અને ખંડણી જેવા કામ અપાવવા દબાણ કરતો હતો. આ દરમિયા બે ભાઈઓની દુશમની યાદ આવતા માત્ર 10 હજારમાં અને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરવા સોપારીની ઓફર આપતા કડકા થઇ ગયેલા રોનીએ સોપારી ફોડી નાખી હતી. હત્યા બાદ યુપી ફરાર થઇ ગયેલા રોનીને ઝડપી પાડવા ટિમ રવાના કરવામાં આવી છે.

ભરૂચના એસપી આર વી ચુડાસમાએ ઘટનાસંદર્ભે જણાવ્યું હતું કે મિલકત , ઘર કંકાશ અને ચારિત્ર્યસહિતના મુદ્દાઓ ઉપર તપાસમાં નિસ્ફળતા મેળવનાર પોલીસને સમીમખાનના પાડોશી મોહમ્મ્દ શાહબાન સાથે સંબંધ સારા ન હોવાની માહિતી મળી હતી જેના આધારે શાહબાનની છેલ્લી ૨ મહિનાની ગતિવિધિઓ ઉપર નજર કરવામાં આવતા તેના ઉપર કરાયેલી શંકા પ્રબળ બની હતી. શાહબાનની વાંરવાર અને અલગ અલગ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણેગુનો કબૂલી થોડા સમય અગાઉ સમીમખાનદ્વારા મુકાયેલ ચોરીના આરોપનો બદલો લેવા રોનીને સોપારી આપ્યાની કબૂલાત કરી હતી.

[yop_poll id=1575]

Rathyatra 2019 Special : 'Maro Helo Sambhlo Jagannath by Arun Rajyaguru |Tv9GujaratiNews

FB Comments

Ankit Modi

Read Previous

ફિલ્મ રિલીઝ થવા પહેલાં જ ‘ટોટલ ધમાલ’ની ટીમે શહીદ જવાનોને કરી મદદ, પાકિસ્તાનમાં પણ ફિલ્મ રિલીઝ ન થાય 

Read Next

પુલવામા અટેકની અસર વર્લ્ડ કપમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચ પર પણ પડી શકે છે !

WhatsApp પર સમાચાર