ગુજરાત પેટાચૂંટણી પરિણામઃ બાયડ અને રાધનપુરમાંથી હાર્યા બાદ અલ્પેશ અને ધવલસિંહની પ્રતિક્રિયા

આ તરફ પક્ષ પલટો કરનાર અને ભાજપ પક્ષમાંથી લડનાર ધવલસિંહ બાદ અલ્પેશ ઠાકોરને પણ લોકોએ આપ્યો છે જાકારો. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરનો સફાયો થતા અલ્પેશને પ્રધાન બનવાનું સપનું રોળાયું છે. અલ્પેશ ઠાકોરને અતિ મહત્વકાંક્ષા ભારે પડી.  તો સ્થાનિક નેતાઓની નારાજગી, ઠાકોર સમાજની નારાજગી અને પક્ષો પલટાના કારણે લોકોએ અલ્પેશને જાકારો આપ્યો. તો NCP અને અપક્ષ ઉમેદવારે અલ્પેશ ઠાકોરની બાજી બગાડી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  4th day of BJP Gujarat parliamentary board meet to discuss about mid Gujarat seats - Tv9 Gujarati

આ પણ વાંચોઃ ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પક્ષ પલટો પડ્યો મોંઘો, ભાજપ-કોંગ્રેસને 3-3 બેઠક

અલ્પેશ ઠાકોર માટે રાધનપુરની સીટએ ભરેલા નાળિયેર જેવી હતી. ભાજપે પણ આમ જ માની તેમને ટિકિટ આપી હતી. આમ છતાં અલ્પેશ શરૂઆતથી જ મતપેટીઓ ખુલતા પાછળ રહ્યો હતો. અલ્પેશ ઠાકોરની સવારથી હાર નક્કી હતી. કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ જંગી લીડથી આગળ હતા. અલ્પેશ ઠાકોરે હારની જવાબદારી સ્વીકારવાને બદલે હારનું ઠીકરું જાતિવાદના રાજકારણ પર ફોડ્યું હતું. તો ઠાકોર સમાજ માટે લડતો રહેવાનું પણ કહ્યું.

READ  ભાવનગર: ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો! 250 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેંચાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તો આ તરફ ધવલસિંહ ઝાલાએ પણ હાર બાદ પત્રકારો સાથે વાત કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ છે. કેમ કે કોંગ્રેસના ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા પરંતુ બંનેને લોકોએ જાકારો આપી સબક શીખવ્યો છે. જનતાએ પક્ષો પલટો કરનાર નેતાને જાકારો આપી સ્પષ્ટ સંકેત આપ્યો કે પક્ષુ પલટુઓનું કોઈ સ્થાન નથી.

READ  Porbandar: NCP MLA Kandhal Jadeja booked for giving life threat

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments