Breaking News: ગુજરાતના સનદી અધિકારીને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગર્વનરની કમાન

ગુજરાતના વધુ એક સનદી અધિકારીને કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના સનદી અધિકારી છે.  નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે મુર્મુ તેમના અગ્ર સચિવ રહી ચુક્યા છે.  તેઓ અત્યારે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગના સચિવ છે. જમ્મુ કાશ્મીરની કમાન હવે ગુજરાતના સનદી અધિકારીને સોંપવામાં આવી છે.  ઉલ્લેનીય છે કે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત જાહેર કરી દેવાયો છે. રાધાકૃષ્ણ માથુરને લદ્દાખના લેફટન્ટ ગર્વનર બનાવવામાં આવ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીર કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIRAL કેટલું રીઅલ ? : શું પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં એક બાળકીએ રાહુલ ગાંધીને પપ્પૂ કહ્યા ?

આ પણ વાંચો : દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરવાની ટેવ છે તો રાખો આ 5 વાતનું ધ્યાન

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments