લોકડાઉન-4 : જાણો ગુજરાતમાં શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ? CM રુપાણીએ કરી જાહેરાત

jano gujarat ma shu shu khulse and shu shu bandh rhese

રાજ્યમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તે માટે સીએમ વિજય રુપાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સીએમ વિજય રુપાણીએ કહ્યું કે કોરોના વાઈરસને આપણે મ્હાત આપવાની છે. અત્યાર સુધીમાં લોકોએ લોકડાઉનમાં સહકાર આપ્યો. દરેક વ્યક્તિએ એકબીજાનો વિચાર કરીને સાથ આપ્યો. છેલ્લાં 54 દિવસ આપણે બધા એક થઈને કોરોના વાઈરસ સામે લડ્યા. અધિકારીઓ અને કર્મચારીઓએ સારી કામગીરી કરી. ગુજરાત સરકારે અલગ અલગ ઝોન નક્કી કર્યા છે.  દરેક ઝોનમાં અલગ અલગ રીતે છૂટછાટ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સરકારના અને આરોગ્ય વિભાગના આયોજનની ખુલી પોલ, SVPનો લેટર છતાં ખાનગી હોસ્પિટલમાં દર્દીને એન્ટ્રી નહીં

આ પણ વાંચો :   સુરતમાં પરપ્રાંતિય શ્રમિકો સાથે રેલવે ટિકિટોની કરાઈ કાળાબજારી, જુઓ વાયરલ VIDEO

વિજય રુપાણીએ કહ્યું કે કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. આ ઝોનમાં સવારના 8થી  બપોરના 3 વાગ્યાથી સુધી આવશ્યક ચીજ વસ્તુઓ રાબેતા મુજબ મળતી રહેશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો ખોલવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જ્યોતિરાદિત્ય સિંધિયા બાદ કોંગ્રેસના નેતા ભરતસિંહના કાશ્મીર મુદ્દેના નિવેદનથી રાહુલને માઠું લાગશે!

 

અમદાવાદ અને સુરતમાં ઓટોરિક્ષા શરુ કરી શકાશે નહીં. પોઝિટિવ કેસ વધારે હોવાથી આ નિર્ણય લીધો છે તેવું સીએમ વિજય રુપાણીએ કહ્યું હતું. અમદાવાદ શહેરમાં એસટી બસની અવરજવર થઈ શકશે નહીં. જ્યાં કન્ટેન્મેન્ટ ઝોન નથી ત્યાં સમગ્ર ગુજરાતમાં એસટી સેવાને શરૂ કરવામાં આવશે. જીમ, સિનેમાઘર અને ધાર્મિક મેળાવડાઓ યોજી શકાશે નહીં. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ઓફિસ ખોલવાની છૂટ આપવામાં આવી છે જ્યારે પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસ વધારે હોવાથી આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે. સુરતની બહાર ઓડઈવન ફોર્મ્યુલા સાથે ટેક્સટાઈલ માર્કેટને છૂટ આપવામાં આવી છે. માસ્ક નહીં પહેર્યું અને જાહેરમાં થૂંકવા પર 200-200 દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં શાળા કોલેજ અને કોચિંગ કેસ બંધ રહેેશે. જ્યાં પણ છૂટ આપવામાં આવી છે ત્યાં પાંચથી વધારે ગ્રાહકો ના હોવા જોઈએ. નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં સલૂન ખોલી શકાશે. રાતના 7 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. અમદાવાદ અને સુરત સિવાય રિક્ષા ચાલુ કરી શકાશે અને તેમાં 2 પેસેન્જરને બેસાડી શકાશે.

READ  કાશ્મીરની આઝાદી માટે જવાનો પર પથ્થરમારો કરતા યુવાનો વાંચી લે આ ખબર કે CRPFએ કાશ્મીરી નાગરિકોના હિત માટે આપેલી ‘સુવિધા’ કેવી રીતે ઘાતક સાબિત થઈ ?

 

FB Comments