છેલ્લા પાંચ વર્ષમાં માત્ર બે વખત યોજાયો ગુજરાત સરકારનો ચેક વિતરણ સમારોહ, છતાં કરાઈ ધૂમધામ

Cheque distribution by Guj govt
Cheque distribution by Guj govt

સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત મોટી-મોટી જાહેરાતો તો કરવામાં આવે છે પરંતુ પોતાના ઘરમાં જ ખાટલે મોટી ખોડ હોય તેવી સ્થિતી છે. પુત્રીઓને ભણાવવા માટે વાણાં ફુંકતી સરકારને ચેક વિતરણ કરવા માટે પાંચ વર્ષમાં માત્ર બે વાર જ સમય મળ્યો છતાં આ કાર્યક્રમને વાજતે ગાજતે ઉજવવામાં આવ્યો હતો.

READ  છોટાઉદેપુર: લોકોના હાથે માર ખાવાનો સમય આવતા નેતાજી ભાગી છુટ્યા, ડ્રાઈવર આવી ગયો કર્મચારીના હાથે, ફેંટો અને લાતોથી થયું સ્વાગત, જુઓ આ વિડીયો

Cheque distribution by Guj govt

સચિવાલયમાં કામ કરતાં વર્ગ 4ના કર્મચારીઓની પુત્રીઓને ભણાવવા માટે સ્કોલરશીપ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નમો ગુજરાત કર્મયોગી કલ્યાણ નિધિ ટ્રસ્ટના નેજા હેઠળ સ્કોલરશીપ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં ધોરણ 1થી કોલેજનાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં 97 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ ધોરણ કે સેમિસ્ટરને આધારે સ્કોલરશીપ આપવામાં આવી હતી.

Cheque distribution by Guj govt

તમને જણાવી દઈએ કે આનંદીબેન પટેલ જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એક વખત ચેક વિતરણ સમારોહ યોજાયો હતો. 

[yop_poll id=276]

READ  ગુજરાતના આ ગામના લોકો ઈયળોના ત્રાસથી પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે!

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Stories From Gujarat : 15-10-2019 | Tv9GujaratiNews

FB Comments
About Nirmal 11 Articles
NIRMAL DAVE PRINCIPAL CORRESPONDENCE, TV9 GUJARAT GANDHINAGAR.