CM વિજય રૂપાણીના હસ્તે કરૂણા અભિયાન 2020નો પ્રારંભ, પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને મળશે સારવાર

Gujarat CM launches Karuna Abhiyan drive to save birds from manja injuries CM rupani na haste karuna abhiyan 2020 no prarambh patang ni dori thi ghavayela pakshio ne malse sarvar

રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વનો માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદમાં વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર ખાતે પક્ષીઓને સારવાર માટે કરૂણા અભિયાન 2020નું આયોજન કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરૂણા અભિયાન 2020નો પ્રારંભ કરાવ્યો હતો. પક્ષીઓની સાર સંભાળ અને ઈમરજન્સીને પહોંચી વળવા માટે કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વરુણ ધવન ફરી આવી રહ્યો છે પોતાની 'ડાન્સ સ્ટાઈલ'થી બોલીવુડ પર ધૂમ મચાવવા, આ ફિલ્મમાં વરુણ નિભાવશે પંજાબી ડાન્સરનો કિરદાર જ્યારે શ્રદ્ધા કપૂર બનશે પાકિસ્તાની ડાન્સર!

જેથી ઘવાયેલા પક્ષીને ત્વરિત સારવાર આપવામાં આવશે અને 5 હજારથી વધુ સરકારી કર્મચારીઓ ખડેપગે રહેશે સાથે જ સમગ્ર રાજ્યમાં પક્ષીઓને સારવાર આપવા માટે દવાખાના ઉભા કરવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બીજી તરફ ચાઈનીઝ દોરીના થતાં ઓનલાઈન વેચાણ સામે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાર્યવાહીના સંકેત આપ્યા છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ બાદ ઓનલાઈન ખરીદ વેચાણ અંગે મુખ્યપ્રધાને જાણાવ્યું કે એ માટે સૂચનાઓ આપી દીધી છે. ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, બનાવવા પર સરકારે પ્રતિબંધોનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલું છે. ચાઈનીઝ દોરીના વેચાણ સામે કડક કલમો લગાડવામાં આવશે.

READ  પાકિસ્તાનની અવળચંડાઈ, 30મે સુધી ભારતીય વિમાનો માટે કર્યો 'એર-સ્પેસ' બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments