પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પેનલ તૈયાર, જાણો કોને મળ્યું સ્થાન?

પેટા ચુટંણી માટે ઉમેદવારોની પસંદ કરવા કોંગ્રેસની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં નિરીક્ષકો અને આગેવાનો સાથે દાવેદારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દીઠ ચર્ચા કર્યા બાદ 2 નામની પેનલ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. પેનલ તૈયાર કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉમેદવારોની પેનલ તૈયાર કરવા માટે નિરિક્ષકો સાથે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે વન ટુ વન બેઠક પણ યોજી હતી. બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દરેક વિધાનસભા સીટ મુજબ સિનિયર આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. બુથ લેવલથી સંગઠનની કામગીરીની સમીક્ષા કરી છે. લોકપ્રિય ઉમેદવાર નક્કી કરવામાં આવશે. 6 બેઠકો માટે 49 દાવેદારો હતા અને સ્થાનિક કક્ષાએ ખૂબ પરામર્શ થયો છે. જે નામ ઉભરીને આવ્યા એ સર્વસ્વીકૃત હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજકોટમાં દશેરાએ 60 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન થશે, મુખ્યપ્રધાન રૂપાણી હાજર રહે તેવી શક્યતા

 

કાર્યકરોની પસંદગીના ઉમેદવાર આપવામાં આવશે. સ્થાનિક કાર્યકરોના અભિપ્રાય મુજબ જ ઉમેદવારોની પસંદગી થશે. 2 નામની પેનલ નક્કી કરવામાં આવી છે. નામ હાઇકમાન્ડને મોકલવામાં આવશે. બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે. NCP સાથે ગઠબંધન અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગઠબંધનનો નિર્ણય હાઇકમાન્ડ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આખરે Tv9ના સુત્રો સાચા પડ્યા, ડો.આશા પટેલ ભાજપમાં જોડાશે

6 વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે તૈયાર કરેલી પેનલના નામ

1 ) અમરાRવાડી બેઠકમાં ડો.કનુ પટેલ અને ધર્મેન્દ્ર પટેલનું નામ
2 ) લુણાવાડા બેઠક માટે ગુલાબસિંહ ચૌહાણ અને પી એમ પટેલનું નામ
3 ) રાધનપુર બેઠક માટે રધુ દેસાઈ અને ગોવિદ ઠાકોરનું નામ પેનલમાં
4 ) ખેરાલુ બેઠક માટે આશા ઠાકોર , મુકેશ ચૌધરી અને બાબુજી ઠાકોર
5 ) થરાદ બેઠક પર માવજી ચૌધરી અને અંબાલાલ સોલંકી
6 ) બાયડ બેઠક માટે જશુ પટેલ અને માન્વેન્દ્રસિંહ સોલંકીનું નામ
Oops, something went wrong.
FB Comments
About Dipen Padhiyar 13 Articles
Dipen Padhiyar Principal Correspondent TV9 Gujarat Ahmedabad