અલ્પેશ ઠાકોરની સામે હવે કોંગ્રેસે ઘડ્યો તખ્તો, જાણો કેવી રીતે કોંગ્રેસ હવે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરાવશે?

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તો કોંગ્રેસે પણ હવે તેની સામે કાર્યવાહીની શરુઆત કરી દીધી છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને આંચકી લેવા માટે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જો કે કોંગ્રેસના કહેવા મુજબ અલ્પેશ ઠાકોરનું રાજીનામું કોંગ્રેસ પાર્ટીને હજી સુધી મળ્યું નથી.

 

ગુજરાત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અમિત ચાવડાએ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ પરથી હટાવવા માટે તૈયાર કરેલાં ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. સોમવારના રોજ આ મુદ્દાને લઈને કોંગ્રેસ વિધાનસભામાં અધ્યક્ષને રજૂઆત કરશે.  તો તેની સાથે સાથે કાયદાકીય રીતે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે કોંગ્રેસ હાઈકોર્ટમાં પણ પિટિશન કરશે. આ માટે કોંગ્રેસની ટીમે કેટલાંક પૂર્વ ચુકાદાઓનો પણ અભ્યાસ કર્યો છે કે જેથી કરીને અલ્પેશ ઠાકોરને હાઈકોર્ટમાં લડત આપી શકાય.

 

અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ નહીં કરવામાં આવે પણ તેને પાર્ટીના પ્રાથમિક પદ પરથી જ દૂર કરવામાં આવશે.  આમ અલ્પેશ ઠાકોરની પ્રાથમિક પદથી પરથી જ હકાલપટ્ટી કરવાનો તખ્તો કોંગ્રેસ પાર્ટીએ ઘડી લીધો છે.  અલ્પેશ ઠાકોરે ભલે રાજીનામું આપ્યું હોય પણ કોંગ્રેસ પાર્ટીને રાજીનામું હજુ સુધી મળ્યું નથી. કોંગ્રેસ પણ લડી લેવાના મુડમાં દેખાઈ રહી છે અને અલ્પેશ ઠાકોરની સામે પક્ષના ધારાસભ્ય થઈને પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરવાના કારણે તેના ધારાસભ્ય પદને રદ્દ કરવાની કાર્યવાહી કોંગ્રેસ હાથ ધરશે.

 

Devbhumi Dwarka: Respite from heat as rural areas of Kalyanpur receive rainfall| TV9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

લોકસભા ચૂંટણી: આંધ્રપ્રદેશમાં રાત્રીના 10 વાગ્યા સુધી લોકોએ મત આપ્યા, જાણો કેમ આવું થયું?

Read Next

કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસના આ સભ્યએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો

WhatsApp પર સમાચાર