VIDEO: વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કૉંગ્રેસે ફૂંક્યું વિરોધનું બ્યૂગલ,ગાંધીનગરમાં કોંગ્રેસના ધરણા

Gujarat Congress to sit on Dharna at Satyagrah Chhavni over farmers and students issues

આજે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે કૉંગ્રેસે પહેલા જ દિવસે વિરોધનું બ્યૂગલ ફૂંક્યું છે. રાજ્યભરમાંથી કૉંગ્રેસના નેતાઓ, કાર્યકરો ઉમટી પડે તેવી સંભાવનાને પગલે સમગ્ર ગાંધીનગરમાં પોલીસે કિલ્લેબંધી કરી છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરી દેવાયા છે. સુરક્ષાની વાત કરીએ તો 1500થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો, SRPની પાંચ કંપની, 1 IG, 6 SP, 25 DYSP, 40 PI, 125 PSI, ASI અને કોન્સ્ટેબલ સહિતનો પોલીસ કાફલો જુદા જુદા મોરચે તૈનાત કરી દેવાયો છે.

READ  સુરત: દશેરાના તહેવારને લઈ આરોગ્ય વિભાગના દરોડા, અખાદ્ય તેલમાં ફાફડા જલેબી બનાવનારાઓ સામે કાર્યવાહી

આ પણ વાંચો: VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરશે

વિધાનસભાના ઘેરાવ પહેલા કોંગ્રેસના ધરણા શરૂ કર્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ ધરણા કરવામાં આવ્યા છે. રેલી કે ઘેરાવના કાર્યક્રમો નહીં યોજી શકે કૉંગ્રેસ. ખેડૂતોને વળતર, પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ, મહિલાઓની અસુરક્ષા અને મોંઘવારી મુદ્દે વિરોધ કરી રહીં છે કોંગ્રેસ. સમગ્ર ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gandhinagar: Bhartiya kisan sangh's memorandum to collector over unresolved issues.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments