VIDEO: કોચરબ આશ્રમ ખાતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસનું ધરણાં દ્વારા વિરોધ પ્રદર્શન

Congress

પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે ધરણા કર્યા હતા. અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યુ. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સામાન્ય લોકોને તકલીફ ન પડે તે માટે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસ અને કોંગી નેતાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી.

READ  શું કોંગ્રેસની "આશા" પરત આવશે ? ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કવાયત શરૂ

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ તરીકે નિમણૂક

પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ સામસામે આવી ગયા હતાં. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો આ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. પોલીસે અમિત ચાવડા અને રાજીવ સાતવની પોલીસે અટકાયત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજનીતિક દોસ્ત બની ગયા રાજનીતિક દુશ્મન! હાર્દિક-અલ્પેશે એકબીજા પર શરૂ કર્યા આરોપ-પ્રત્યારોપ!

 

એક તબક્કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કાર્યકર્તાઓ પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. પ્રદર્શન દરમિયાન કોગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ અને શહેર પ્રમુખ શશીકાંત પટેલની સાથે મોટી સંખ્યામાં કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments