છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 363 કેસ, કુલ આંક 13 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત

coronavirus-cases-in-india-worldwide-uk-america-brazil-top-4-country

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે આ જ સમયગાળામાં 29 લોકોએ જીવ ગુમાવ્યો છે.  કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ છેલ્લાં 24 કલાકમાં 393 લોકોને રજા આપવામાં આવી છે. સૌથી વધારે કોરોના વાઈરસના કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

24 કલાકમાં જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત

READ  Rajkot : RMC issued Yellow alert as city reels under severe heatwave

District Wise Corona Positive case list update

રાજ્યમાં 24 કલાકમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાવાર નવા નોંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમા 275 કેસ, સુરતમાં 29 કેસ, વડોદરામાં 21 કેસ, સાબરકાંઠામાં 11 કેસ, સુરેન્દ્રનગરમાં 05 કેસ, ગીર-સોમનાથમાં 04 કેસ, ગાંધીનગરમાં 03 કેસ, ખેડામાં 03 કેસ, કચ્છમાં 03 કેસ, જુનાગઢમાં 03 કેસ, આણંદમાં 02 કેસ, મહેસાણામાં 02 કેસ, રાજકોટમાં 01 કેસ અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

READ  Massive fire breaks out in wood factory in Aji GIDC, Rajkot - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં કુલ કેસની સંખ્યા 13 હજારને પાર 

છેલ્લાં 24 કલાકમાં નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા તેની સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 13273 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 802 લોકોના મોત થયા છે.  જ્યારે 5880 લોકોને કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં સારવાર લઈ રહ્યાં હોય એવા કેસની સંખ્યા 6591 છે.  આ કેસમાં 63 લોકો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 6528 દર્દીઓની તબિયત સ્થિર છે.

READ  Hindu devotees help Muslim woman give birth in Ganpati temple - Tv9 Gujarati

Oops, something went wrong.

FB Comments