જામનગર: માવઠાથી ખેડૂતોના હાલ બેહાલ, સરકારના દાવા વચ્ચે હજુ પણ 5 હજાર હેક્ટરમાં સર્વે બાકી, જુઓ VIDEO

 

રાજ્યમાં કમોસમી વરસાદી કહેરે ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે. તૈયાર પાક પર પાણી ફરી વળતા જગતના તાતના હાલ બેહાલ થયા છે. ત્યારે જામનગરમાં પણ ખેડૂતો માટે વરસાદ વેરી બન્યો છે. આકાશી આફતથી જામનગર જિલ્લામાં 1 લાખ 96 હજાર હેકટરમાં ખરીફ પાકને નુકસાન થયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના: તામિલનાડુમાં ગુજરાતના 28 લોકો અટવાયા, સરકારને પરત લાવવા કરી અપીલ

 

11 હજારથી વધુ ખેડૂતોને મોટાપ્રમાણમાં નુક્સાન થયું છે. બીજી તરફ હેલ્પલાઈનથી હેલ્પ કરવાની વાતો વચ્ચે હજુ આ વિસ્તારમાં સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ નથી. અહીં હજુ 5 હજાર હેકટરમાં સર્વે બાકી છે. ત્યારે ક્યારે સર્વે થાય અને ક્યારે સહાય મળે તે સૌથી મોટો સવાલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગાંધીનગર: પત્ની સાથે બોલાચાલી થતા પતિએ સાસરીમાં જઈને સળગાવ્યા વાહનો, જુઓ VIDEO

 

FB Comments