રાજકોટમાં વહેલી વાવણીથી ખેડૂતો પરેશાન, મેઘરાજા ફરી પધરામણી કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે, જુઓ VIDEO

રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોએ એકાદ મહિના પહેલા વાવણી લાયક વરસાદ પડતા હોંશે હોશે વાવણી તો કરી નાંખી. પરંતુ હવે આ ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો છે. કારણ કે પ્રથમ વરસાદે ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકની વાવણી તો કરી નાખી.

પરંતુ હવે વરસાદ ખેંચાતા મહામૂલા પાકો સૂકાવા લાગ્યા છે તેથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. મોંઘા બિયરણનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે મેઘરાજા ફરી પધરામણી કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂતોના કપાસ અને મગફળીના પાકને જીવત દાન આપવા માટે સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. જો નુકસાન થાય તો વળતર ચુકવવા માગ કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખેડૂતોનું કેહવું છે કે વરસાદ હજુ પાછો ખેંચાશે તો ખેડૂત દેવામાં ડૂબશે અને ખેડૂતોને હિજરત કરવી પડશે. ખેતીવાડી અધિકારીઓ પણ માની રહ્યા છે કે, 15 જુલાઈ સુધીમાં વરસાદ ન આવે તો પાકને નુકસાન થશે. પાકનો વિકાસ નહીં થાય, ત્યારે ખેડૂતો બસ આકાશ તરફ આશ રાખી બેઠા છે કે કાળા ડિબાંગ વાદળો ઝડપથી બંધાય અને પાક પર સોનારૂપી વરસાદ વરસે.

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

 

આ પણ વાંચો: આ તારીખ પહેલા ભરી દો ઈન્કમ ટેક્ષ રિટર્ન નહી તો આટલો મોટો દંડ થશે!

FB Comments

TV9 Webdesk 9

Read Previous

આ તારીખ પહેલા ભરી દો ઈન્કમ ટેક્ષ રિટર્ન નહી તો આટલો મોટો દંડ થશે!

Read Next

આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ જમીન, વાહન અને મિલકત અંગેની કાર્યવાહી આજે મુલતવી રાખવી હિતાવહ

WhatsApp પર સમાચાર