ગુજરાતની તમામ આંતરરાજ્ય અને આંતરજિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ

Gujarat DGP orders to shut down all inter-state as well as inter-district check-posts in the state

રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતરજિલ્લા પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાના આદેશ આપાયા છે. રાજ્ય પોલીસ વડાએ તાત્કાલિક અસરથી તમામ પોલીસ ચેકપોસ્ટ બંધ કરવા આદેશ આપ્યો છે. જે માટે તમામ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને પણ સૂચના આપી દેવાઈ છે. આ જે ચેકપોસ્ટ બંધ થશે. ત્યાં કાર્યરત પોલીસકર્મીઓ કાયદો અને વ્યવસ્થા જાળવણીમાં ફરજ બજાવશે. કાયદો-વ્યવસ્થા તો વધુ સજડ બનશે તેવી આશા આ આદેશ રખાઈ રહી છે. જો કે, સવાલ એ પણ ઉદભવે છે કે, જો આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ થઈ જશે. તો અન્ય રાજ્યોમાંથી થતી ગેરકાયદે હેરાફેરી, દારૂની હેરાફેરી પર અંકુશ રાખવાનું કામ મુશ્કેલ બની શકે છે.

READ  VIDEO: નિયમોનું કરજો પાલન નહીં તો આવશે મેમો, રાજકોટમાં 3 દિવસમાં 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા

આ પણ વાંચોઃ તાત્કાલિક નથી કરી શકાતું ઈન્ટરનેટ બંધ, આ છે આખી સરકારી પ્રક્રિયા!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments