ગુજરાતમાં સેવારત્ બિહાર કૅડરના આ આઈપીએસ ઑફિસર બની શકે છે CBIના નવા સુપ્રીમો, જાણો બીજા કોણ-કોણ છે રેસમાં ?

સેંટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના નવા ફુલટાઇમ ડાયરેક્ટર બિહાર કૅડરના આઈપીએસ અધિકારી શિવાનંદ ઝા બની શકે છે.

ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા
ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા

સીબીઆઈના નવા ચીફની જાહેરાત આજે સાંજે થવાની છે, ત્યારે આ રેસમાં સૌથી આગળ ગુજરાતના હાલના પોલીસ મહાનિયામક (ડીજીપી) શિવાનંદ ઝા અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના મહાનિયામક વાયસી મોદીનું નામ પણ છે.

આ પણ વાંચો : BIG BREAKING : ગુજરાતનો આ દિગ્ગજ ઓબીસી નેતાનો કૉંગ્રેસથી થયો મોહભંગ ? ભાજપમાં જોડાવા વિશે શું કહ્યું અલ્પેશે ? તમે પણ TV9 સાથે અલ્પેશની EXCLUSIVE વાતચીત સાંભળો

છેલ્લા ત્રણ મહિનાથી વિવાદોમાં સપડાયેલી સીબીઆઈના ચીફ આલોક વર્માનું તાજેતરમાં જ ટ્રાંસફર કરી દેવાયું. ત્યારથી આ પદ ખાલી છે.

READ  નાણામંત્રી નથી બનાવતાં બજેટ,સરકારી અધિકારીઓ 1 મહિના સુધી નથી જઈ શકતાં ઘરે, બજેટ સાથે સંકળાયેલી આવી જ કેટલીક ગુપ્ત માહિતીઓ વાંચો

આ પણ વાંચો : ‘ભૂતપૂર્વ આતંકવાદી’ને અશોક ચક્ર !!! આ ચોંકાવનારી પણ સાચી ખબર છે, દેશ માટે આ વીરે આપેલા બલિદાનની ગાથા વાંચી આપની છાતી પણ થઈ જશે પહોળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને આજે સાંજે ઉચ્ચ કક્ષાની પસંદગી સમિતિની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં મોદી ઉપરાંત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (સીજેઆઈ ) રંજન ગોગોઈ અને લોકસભામાં કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે ભાગ લેશે.

READ  ભાજપના દિગ્ગજ નેતા અને જળસંપદા પ્રધાન ગીરીશ મહાજનના નિવેદન પર ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે ફોન પર ચર્ચા

સીબીઆઈ ચીફ માટે 12 નામો શૉર્ટલિસ્ટેડ

કહેવાય છે કે સીબીઆઈ નવા નિયામકના પદ માટે કુલ 12 નામો શૉર્ટલિસ્ટેડ કરાયા છે કે તેમાં શિવાનંદ ઝા, મુંબઈ પોલીસ કમિશનર સુબોધકુમાર જયસ્વાલ, ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ. પી. સિંહ, બીએસએફ ડીજીપી રજનીકાંત મિશ્રા તથા સીઆઈએસએફ મહાનિયામક રાજેશ રંજનનો સમાવેશ થાય છે.

જોકે શિવાનંદ ઝા હૉટ ફેવરિટ ગણાય છે, કારણ કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટતા ધરાવે છે. તેમને મોદી સાથે ગુજરાતમાં કામ કરવાનો બહોળો અનુભવ છે.

READ  કયા સુધી ચાલશે 2 બેઠક પરથી ચૂંટણી લડવાનું રાજકારણ? પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલે, સુપ્રીમમાં સુનાવણી 10 એપ્રિલે

[yop_poll id=777]

Surat: Girl attempts suicide by jumping off bridge, saved | TV9News

FB Comments