ગુજરાત સરકારે સ્કૂલ બેગના વજન માટે શાળાઓને છેલ્લી ચેતવણી

School Bag_Tv9
School Bag_Tv9

સ્કૂલમાં ભણતાં બાળકોને ભાર વગરનું ભણતર મળે તે હેતુથી ગુજરાત રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સ્કૂલ બેગમાં વજન ઘટાડવા માટે સ્કૂલોને પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્ય સરકારે પણ તેના કડક અમલ માટે કમર કસી છે.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓને ભારે ભરખમ દફ્તરમાંથી મળશે છૂટકારો, સરકારે લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય

સ્કૂલ બેગના વજનને લઈને જાહેર કરવામાં આવેલા પરિપત્ર અંગે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સ્કૂલ બેગનું વજન બાળકના વજન કરતા 10 ટકા હોવું જોઈએ. એટલું જ નહીં આ પરિપત્રમાં એવી પણ ચેતવણી આપી કે જો કોઈ શાળા પરિપત્રનું પાલન નહીં કરે તો તેની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાશે.

READ  અવાજ કરતા LKGના બાળકોના મોંઢા પર એક શિક્ષકે લગાવી ટેપ, વીડિયો થયો વાઈરલ
ગુજરાત સરકારનો સ્કૂલ બેગના વજન પર પરિપત્ર
ગુજરાત સરકારનો સ્કૂલ બેગના વજન પર પરિપત્ર

આ સાથે જ એવી પણ માહિતી આપવામાં આવી છે કે, નિબંધમાળા અન્ય નોટબુક, હોમ વર્ક બુક વગેરે જેવી વધારાની નોટબુક વિદ્યાર્થીઓની પાસે રાખવાની મનાઇ ફરમાવામાં આવી છે. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય નહિં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 3,4 અને 5નાં વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક સુધીનું જ ગૃહકાર્ય આપવા માટે શિક્ષકોને આદેશ કરી દેવામાં આવશે.

READ  Fake 'babas' arrested by police in Mumbai - Tv9 Gujarati
ગુજરાત સરકારનો સ્કૂલ બેગના વજન પર પરિપત્ર
ગુજરાત સરકારનો સ્કૂલ બેગના વજન પર પરિપત્ર

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિપત્ર બહાર પાડીને ભાર વિનાના ભણતરને લઇને અગત્યના મુદ્દાઓને લઇને નિર્ણયો લેવામાં આવ્યો હતો. સ્કૂલ બેગના વજન અંગે પંચમહાલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, ભાર વગરનું ભણતર થાય તેવું સરકાર પણ ઈચ્છી રહી છે.

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Commuters face trouble due to pothole ridden National Highway connecting Ahmedabad-Udaipur| TV9News

FB Comments