પેટાચૂંટણીના પરિણામોનું પોસ્ટમોર્ટમ ભાગ-5 : તમામ જાતિગત સમીકરણોનો આ બેઠક પરથી ઉડયો છેદ

તસવીર પ્રતિકાત્મક છે.

લુણાવાડા વિધાનસભા બેઠકના MLA તરીકે જીગ્નેશ સેવકે વિધિવત રીતે શપથ ગ્રહણ કરી લીધા છે. જો કે એ બેઠક પર ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી અને પરિણામો પર પણ છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ સર્જાયું હતું.

મહીસાગર જીલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસની બેઠક માનવામાં આવે છે. જો કે છેલ્લા 2 વખતથી આ બેઠક પરથી જનતાએ કોંગ્રેસના હાથનો સાથ છોડી દીધો છે. વર્ષ 2017ની પેટાચૂંટણીમાં આ વિધાનસભામાં જનતાએ અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.  જ્યારે વર્ષ 2019ની પેટાચૂંટણીમાં જનતાએ ભાજપનો ભગવો લહેરાવ્યો છે. અહીંએ જાણવું પણ જરૂરી છે કે રતનસિંહ અપક્ષ તરીકે જીત મેળવ્યા બાદ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લોકસભાની ચૂંટણી દરમ્યાન રતનસિંહ રાઠોડને ભાજપે ચૂંટણી માટેનું મેન્ડેટ આપ્યું હતું. જેમાં એમની જીત થઈ અને લુણાવાડા બેઠક ખાલી થતા પેટાચૂંટણી યોજાઈ. આ બેઠક પર સવર્ણ સમાજ તથા ઓબીસી સમાજના મત નિર્ણાયક ભૂમિકામાં હોય છે. આમ તો આદિવાસી વિસ્તારમાં જીતએ તમામ રાજકીય પાર્ટી માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતી હોય છે. આ વખતે એ બેઠક પર NCP પણ મેદાનમાં હોવાથી ત્રિપાખીયો જંગ સર્જાયો હતો. જ્યાં ભાજપે આ બેઠક પર જીગ્નેશ સેવકને ટિકિટ આપી નવા અને યુવા ચેહરાને ચૂંટણીના મેદાને ઉતાર્યો હતો.

READ  અમદાવાદમાં શ્રમિકો ઘરે જવાની માગણી સાથે ઉતર્યા રસ્તા પર, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યાં જ બીજી તરફ કોંગ્રેસએ ઓબીસી કાર્ડ આ બેઠક પર ચલાવ્યું હતું. ઓબીસી સમાજ પર પકડ ધરાવતા તેમજ એક સમયે રતનસિંહ રાઠોડના પણ ખૂબ નજીકના માનવામાં આવતા ગુલાબસિં ને ટીકીટ આપવામાં આપી હતી.  NCPએ પાટીદાર ચહેરા તરીકે ભરત પટેલને ટિકિટ આપી હતી. જેના કારણે મતદારો મતદારો ઓબીસી, પાટીદાર અને સવર્ણ વર્ગમાં વહેંચાઈ ગયો હતો. સામાન્ય ટ્રેન્ડની જો વાત કરવામાં આવે તો અહીં સૌથી વધુ ઓબીસી મતદારો છે જેની સંખ્યા 1 લાખની આસપાસ છે એટલે સ્વાભાવિક રીતે આ સમાજમાંથી આવતા ઉમેદવાર જે પક્ષમાં હોય તેની જીત થાય એવું જોવા મળ્યું છે.

READ  અમદાવાદઃ મ્યુનિસીપલ કમિશનર નહેરા થયા હોમ ક્વૉરન્ટાઈન, કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા બાદ લીધો નિર્ણય

ગુલાબસિંહ ચૌહાણ ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ.

જો કે આ વખતે મતદારોએ તમામ સમીકરણોનો છેદ ઉડાડી સ્વચ્છ ચેહરાની પસંદગી કરી હોય એવું પરિણામો પરથી કહી શકાય. આ બેઠક પર બ્રહ્મણ મતદાતાઓ 10000 જેટલા છે તેમ છતાં આ સમાજમાંથી આવતા ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવક પર પસંદગી ઉતારી છે. જો કે આ બેઠક પર ભાજપ માટે બે બાજુ કપરા ચઢાણ હતા. કેમ કે અહીં અનેક સમસ્યાઓનું વર્ષો સુધી સમાધાન થયું નથી. સરકારની યોજનાઓ યોગ્ય રીતે પહોંચતી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહીસાગર જિલ્લાની રચના 15મી ઓગસ્ટ,  2013ના રોજ થઈ હતી. મહીસાગર,પાનમ, ભાદર,શેઢી, સૂકી,ચિબોટા જેવી નદીઓની સાથે-સાથે ભાદર, કડાણા ડેમ અને કડાણા તેમજ સુઝલામ સુફલામ મુખ્ય તેમજ માઇનોર કેનાલો આવેલી છે. પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળતાં તો સાથે-સાથે ભરપુર પાણીની વ્યવસ્થા હોવા છતાં ખેડૂતોને સિંચાઈના પાણી માટે રાહ જોવાની વારો આવી ચડે છે. આ ઉપરાંત ખેતીલક્ષી ઇન્ડ્રસ્ટ્રીઝના અભાવે તેમજ સ્થાનિક રોજગારીના અભાવે સમસ્યા પણ સર્જાઈ રહી છે.

READ  Mehsana Civil hospital employee committed suicide over HOD's torture, accused arrested

અહીંના સ્થાનિક ખેડૂતોની સામે આવનારો ધારાસભ્ય જુએ તેમ સ્થાનિક ધરતીપુત્રો ઈચ્છી રહ્યાં હતા. એક તરફ પ્રજાનો રોષ હતો તો બીજી તરફ ભાજપના જીગ્નેશ સેવકની પસંદગી થતા સ્થાનિક સંગઠનમાં આંતરિક રાજકારણ ગરમાયું હતું. સંગઠનમાંથી જ કેટલાક હોદ્દેદારોથી માંડીને કાર્યકર્તાઓએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી હતી.

જો કે જીગ્નેશ સેવકની સ્વચ્છ છબી અને લોકો વચ્ચે સતત રહેવાનો સ્વભાવના કારણે લોકોના તેઓએ મન જીત્યા હતા. મતદારોએ જાતીગત સમીકરણોનો છેદ ઉડાડયો અને બેઠક લાંબા સમય બાદ ભાજપને ફાળે ગઈ. જો કે આ હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે આ વિસ્તારના વણ ઉકેલાયેલા પ્રશ્નોનો નિવારણ ક્યારે આવશે? શાસક પક્ષની બેવડી જવાબદારી બને છે કે લોકોની આશાઓ પર ખરા ઉતરે.

Oops, something went wrong.

FB Comments