VIDEO: RTOમાં ફેસલેશ સેવા ઠપ્પ ! અરજદારોના ડેટા એપ્રુવલ ન થતા મુશ્કેલી, 10 હજારથી વધુ અરજીઓ અટકી

Gujarat: Faceless service facing trouble at Ahmedabad RTO

સરકારની એક જાહેરાત એવી છે. જેને અરજદારો શોભાના ગાઠીયા સમાન ગણાવી રહ્યા છે. વાત અમદાવાદ શહેરની છે. સુભાષબ્રિજ RTO કચેરીમાં ધક્કા ખાતા અને પરેશાની ઉઠાવતા અરજદારોની છે. કે સરકારે ઓનલાઈન ‘ફેસલેશ’ સિસ્ટમની સુવિધા ઉભી કરી છે.

આ પણ વાંચો: વલસાડઃ TV9ના અહેવાલની અસર, બાળકીઓ પરેડમાં ભાગ લઈ શકશે

જોકે ડેટા એપ્રુવલ ન થવાને કારણે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને ના છુટકે RTO કચેરીની મુલાકાત લેવી પડે છે, અને તેમનો ફેશ બતાવવો પડે છે, મહત્વનું છે કે અમદાવાદ RTOમાં આર.સી બુક અને લાઈસન્સની 10 હજારથી વધુ અરજીઓ અટવાઈ છે. જેની કામગીરી ક્યારે પૂર્ણ થશે ? અને અરજદારોને આ સમસ્યા સામે ક્યારે રાહત મળશે ? તે પણ ગંભીર સવાલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રિક્ષા ચાલકોની હડતાળને પગલે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરને અમદાવાદ દોડવું પડ્યું, જાણો પછી શું થયું?

એક તરફ અરજદારોની સમસ્યા છે. તો બીજી તરફ RTO અધિકારીનું કહેવું છે કે, ફેસલેશ અરજીમાં જેમના પુરાવાઓ પુરતા છે.તેમનો નિકાલ તુરંત થાય છે. આ ઉપરાંત જે અરજદારો ગેરમાર્ગે દોરાય છે. તેમનું ધ્યાન દોરતા અધિકારી જણાવી રહ્યા છે. જે અરજદારોએ તમામ પ્રોસેસ કરી હોય, ફી ભરી હોય તેમના પુરાવા જમા જ્યારે થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે સર્વિસ પુરી પાડવામાં છે.

READ  જેટ એરવેઝને વધુ એક ઝટકો, ડેપ્યુટી CEO અને CFO અમિત અગ્રવાલે આપ્યુ રાજીનામું

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments