સમગ્ર દુનિયામાં ગુજરાતનું ગૌરવ વધારનાર દેશના ઝડપી બોલરે ક્રિકેટને કહ્યું, અલવિદા…

‘ઇખર એકસપ્રેસ’ના નામથી પ્રખ્યાત અને ટીમ ઇન્ડિયામાં ફાસ્ટ બોલર તરીકે સ્થાન ધરાવતા મુનાફ પટેલે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. પોતાના નિવૃતિની જાહેરાત તેણે સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને કરી હતી.

તેણે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ સપ્ટેમ્બર 2011માં રમી હતી. ત્યારબાદ તેને ટીમમાં સ્થાન મળ્યું નથી.

ભાવુક મેસેજ લખી લીધી વિદાય
મુનાફે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતી લેવાનો નિર્ણય કરી ચુક્યો છે. આ ઘણી શાનદાર સફર રહી, છેલ્લા 15 વર્ષ મારી જિંદગીના સ્વર્ણિંમ દિવસો રહ્યા. જ્યારે હું મારા ગામમાં બાળક હતો ત્યારે મેં આ વિચાર્યું ન હતું. મેં જે પણ મેળવ્યું તેના પર મને ગર્વ છે અને પરિવાર, મિત્રો શુભચિંતકો અને મારા ફેન્સના સ્પોર્ટ પર આ કરી શક્યો છું.

munaf

મુનાફ ગુજરાતના ભરૂચ જિલ્લા ઇખર ગામમાં ટાઇલ્સના ડબ્બાનું પેકિંગનું કામ કરતો હતો જ્યાં તેને દિવસના રૂ.35 મળતાં હતા.

127174

મુનાફે પોતાની એક મુલાકાતમાં કહ્યું હતું કે, જો તે ક્રિકેટર ન હોત તો તે આફ્રિકાની કોઇ કંપનીમાં મજૂરી કરી રહ્યો હોત. તેમજ તેના પિતાએ જ તેને ક્રિકેટ માટે જ્ઞાન અપાવ્યું હતું.

Munaf-1

2011ના વર્લ્ડ કપમાં મુનાફે 11 વિકેટ લીધી હતી અને ટીમ ઇન્ડિયાને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

  • માર્ચ 2006ના ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં કરી હતી શરૂઆત
  • એપ્રિલ 2006માં ઈંગ્લેન્ડ સામેજ પ્રથમ વનડે મેચ રમી હતી
  • જાન્યુઆરી 2011માં સાઉથ આફ્રિકા સામે રમી હતી ટી-20 મેચ
  • IPLમાં ગુજરાત લાયન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી ચુક્યો છે
  • વર્ષ 2011 પછીથી ત્રણેય ફોર્મેટમાં જોવા મળ્યો નથી.
FB Comments

Hits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *