અમદાવાદ, રાજકોટ, સુરતના વિસ્તારોમાંથી દુર થયો કર્ફ્યુ, ક્વોરન્ટાઈનનો અમલ કરવો પડશે

Gujarat Fights Corona: Curfew lifted from Ahmedabad, Surat and Rajkot Ahmedabad, Rajkot, Suran na vistaro mathi dur thayo curfew quarntine no amal karvo padse

આજથી રાજ્યના ત્રણ મહાનગરોના કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવી લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવ્યો હતો. જો કે આ કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવાયો છે. કર્ફ્યૂ હટાવી દેવાતા હવે આ વિસ્તારોમાં હલનચલન પણ શરૂ થઈ ગઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી પહોંચ્યા ગાંધી આશ્રમ

કર્ફ્યૂગ્રસ્ત શહેરોની વાત કરીએ તો રાજકોટના કોરોનાગ્રસ્ત જંગલેશ્વર વિસ્તાર, સુરતના મહિધરપુરા, લાલગેટ, લિંબાયત, રાંદેર, અને અઠવા સહિત કુલ 5 વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. તેની સાથે જ અમદાવાદના કોટ વિસ્તારમાં પણ કર્ફ્યૂ અમલી કરાયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ શહેરોના તમામ વિસ્તારોમાં કર્ફ્યૂની સમયમર્યાદા પૂર્ણ થતા કર્ફ્યૂ હટાવી લેવાયો છે. જો કે આ વિસ્તારોના નાગરિકોએ ક્વૉરન્ટાઈનનો કડક અમલ કરવો પડશે તેમ રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે. સાથે આ વિસ્તારના નાગરિકોએ લૉકડાઉનના નિયમોનું પણ કડકપણે પાલન કરવાનું રહેશે.

READ  VIDEO: કેશોદમાં કમોસમી વરસાદ ખાબક્યો, માર્કેટ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments