જે વાઘને શોધવા ગુજરાત વનવિભાગની 100 લોકોની ટીમ આકાશ પાતાળ એક કરી રહી છે તે વાઘ થયો કેમેરામાં કેદ, જુઓ વીડિયો

લુણાવાડામાં ફરતો વાઘ આખરે વનવિભાગ દ્વારા ગોઠવાયેલાં કેમેરામાં આવી ગયો હતો. હમણાં થોડા દિવસ પહેલાં એક શાળાના શિક્ષકે વાઘ ગુજરાતમાં દેખાયાનો દાવો કર્યો હતો.

વાઘને શોધવા ગુજરાત વનવિભાગની ટીમ આકાશ પાતાળ એક કરી રહી છે અને તેમાં લગભગ 100 જેટલાં લોકો લાગ્યા છે. ગુજરાતમાં વાઘને લઈને આટલી ચર્ચા એટલે છે કે કારણ કે 27 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતમાં વાઘ જોવા મળ્યો છે. જો ગુજરાતમાં વાઘ ફરી જોવા મળે તો આખો પ્રોગામ તૈયાર કરીને વનવિભાગને નવી પહેલ કરવી પડે. થયું એવું જ કે વાઘ હવે વનવિભાગ દ્વારા ગોઠવાયેલાં કેમેરામાં ઝડપાઈ ગયો છે. વાઘના પંજા અને નિશાન પરથી પણ વનવિભાગ કહી ચૂક્યું છે ગુજરાતમાં વાઘની હાજરીની વાત સાચી છે.

Did you like the story?

Amreli: BJP workers burn Paresh Dhanani's effigy over his remark on Statue of Unity, detained- Tv9

FB Comments

Hits: 3534

Comments are closed, but trackbacks and pingbacks are open.