ગુજરાતમાં 40થી વધુ IPS ઓફિસરની બદલીના એંધાણ, સરહદી જિલ્લાઓમાં સુરક્ષા-એજન્સીઓને મજબૂત કરવા માટે નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં 40થી વધુ આઈ.પી.એસ અધિકારીઓની બદલી ટૂંક સમયમાં થઇ શકે છે. કાશ્મીરમાંથી 370ની કલમ હટાવ્યા બાદ રઘવાયું થયેલુ પાકિસ્તાન ગુજરાતને ગોરીલ્લા વોરમાં કોઇ રીતે નુકશાન ન પહોંચાડે માટે રાજ્યની દરિયાઇ અને જમીની સરહદના જિલ્લા તથા એજન્સીઓને મજબૂત કરવા આ નિર્ણય ટુંકમાં લેવાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પ્રતીકાત્મક તસવીર

 

આ પણ વાંચો :  નવા નિયમ બાદ ટ્રાફિક વિભાગનો સપાટો, ટ્રેક્ટર ચાલકને ફટકાર્યો 59 હજારનો દંડ

હાલ દરિયાઇ સુરક્ષા ગુજરાત માટે ચિંતાનો વિષય છે. મરીન ટાસ્કફોર્સનો હવાલો હાલ રાજ્યની એ.ટી.એસના ડી.આઈ.જી હિમાંશુ શુક્લા સંભાળી રહ્યાં છે. શુક્લા પાસે ગુજરાત એ.ટી.એસની મહત્વની જવાબદારી હોય તેમનો ભાર હળવો કરવા મરીન ટાસ્કફોર્સ અને કોસ્ટ ગાર્ડના નવા બે એસ.પીની નિમણૂંક કરવા સરકારે મંજૂરી આપી દીધી છે.

READ  વર્ષ 2019 ના મોદી સરકારના 10 મોટા નિર્ણયો જેના કારણે 137 કરોડ ભારતીયોનું બદલાયું ભવિષ્ય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ગુજરાત પોલીસ છેલ્લા એક દાયકામાં જમીન પર મજબૂત પકડ બનાવામાં સફળ રહી છે. પડકાર 1600 કીમી લાંબા દરિયાનો છે. કારણ દુશ્મન દેશ પાકિસ્તાનની દરિયાઇ સીમા પણ ગુજરાતને સ્પર્શીને આવેલી છે અને દરિયામાં હજારોની સંખ્યામાં ફરતી માછીમારોની બોટને તપાસવી શક્ય નથી. જેનો ગેરલાભ આતંવાદીઓ ઉઠાવી શકે છે..!

READ  AMCs' Parindey 'Taking a Nap' during budget session - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દરિયાઇ સુરક્ષા ઉપરાંત સરહદી જિલ્લા પાટણ અને બનાસકાંઠાના આઇ.પી.એસ યુગલની દિલ્હીમાં નિમણૂંક બાદ બન્ને જિલ્લા ખાલી પડ્યાં છે. સરહદી વિસ્તારના કારણે અહીં પણ સિનિયર આઈ.પી.એસની નિમણૂંક અપાશે. આ ઉપરાંત સુરત શહેરની પણ કમિશનરની જગ્યા હાલ ચાર્જમાં છે.

 

હવે આર.બી બ્રહ્મભટ્ટને પ્રમોશન સાથે ટ્રાન્સફર અપાતા તેમની આઈ.બીની અતિ મહત્વની જગ્યા ખાલી પડશે. આ ઉપરાંત સતિષ શર્મા, જે.કે ભટ્ટ, મોહન ઝા સિહત રીટાયર્ડ થયેલા છ આઈ.પી.એસની જગ્યા પણ ભરાશે. આમ 40 જગ્યાઓ પર આઈ.પી.એસની ટૂંકમાં ટ્રાન્સફર થઇ શકે છે.

READ  IAS ઑફિસરની પત્નીને Facebook પર એક યુવાને એવું તો શું લખી દીધું કે પત્નીની સામે જ ઑફિસરે યુવાનની લાત-મુક્કાઓથી કરી ધોલાઈ, જુઓ VIDEO

(અહેવાલ-  મિહિર ભટ્ટ, ટીવી નાઈન, અમદાવાદ)

 

 

Oops, something went wrong.
FB Comments