કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન, 700 કરોડ બાદ સરકારે જાહેર કર્યું વધુ એક પેકેજ

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે સરકારે 3,795 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતો સરકારની સહાય માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે સૌપ્રથમ 700 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પરંતુ 700 કરોડ રૂપિયાની જાહેરાતને ખેડૂતોએ લોલીપોપ ગણાવી હતી. જે બાદ આજે ફરી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી છે.

READ  VIDEO: રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની આવક શરૂ, રવીપાકના પગલે ખેડૂતો ઓછા ભાવે મગફળી વેચવા મજબુર

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ અને NCPનો ખેલ, ન ઢોલ, ન જાન અને જાનૈયાઓ વગર મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ કર્યાઃ કોંગ્રેસ

આ સહાય માટે સરકારે પોતાના સ્તર પર નુકસાનની સ્થિતિનું અવલોકન કર્યું હતું. જે બાદ સરકારે 3,795 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જેમાં રાજ્યના 18 હજાર ગામડાઓના 56 લાખ 36 હજાર ખેડૂતને સહાયનો લાભ મળશે. નીતિન પટેલે જણાવ્યું કે, 20 તારીખ સુધી કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનની ગણતરી કરી લીધી છે.

READ  VIDEO: 2 બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ઘટનાના CCTV આવ્યા સામે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે, તેવા 125 તાલુકાના 9 હજાર 416 ગામમાં ખાતેદાર ખેડૂતોને હેક્ટર દીઠ 6 હજાર 800 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. તેવા તાલુકાના ખેડૂતોને ખાતાદીઠ 4 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. રાજ્યના 21 જિલ્લાના બાકી રહેતા 81 તાલુકાના 5 હજાર 814 ગામોમાં પણ છૂટાછવાયા કમોસમી વરસાદથી નુકસાન થયું છે.. આ 81 તાલુકાનાં અંદાજીત 17.10 લાખ ખેડૂત ખાતેદારોને પણ ખાતા દીઠ રૂપિયા 4 હજાર લેખે રૂપિયા 684 કરોડની સહાય અપાશે.

READ  પબુભા માણેકને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઝટકો, રાજ્યસભાની ચૂંટણીમાં મત આપી નહીં શકે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments