ગુજરાતના 38 લાખ વિદ્યાર્થીઓને લગતો રાજ્ય સરકારનો નિર્ણય, ધો.3થી 8ના બાળકોના વાલીઓએ ખાસ જોવા જેવો VIDEO

રાજ્યના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર સુધરે અને નબળા વિદ્યાર્થીઓ સારો દેખાવ કરે તે માટે શિક્ષણ વિભાગે એક નવતર પ્રયોગ કર્યો છે.

રાજ્યમાં હવે ધોરણ 3થી લઈને 8 સુધીના વિદ્યાર્થીઓની 22 ડિસેમ્બરથી દર શનિવારે પરીક્ષા લેવામાં આવશે. રાજ્યના 38.11 લાખ વિદ્યાર્થીની સાપ્તાહિક પરીક્ષા લેવાશે જેમાં ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજી, સામાજીક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયનો ટેસ્ટ લેવામાં આવશે.

જુઓ વીડિયો:

આ ટેસ્ટના માર્ક વિદ્યાર્થીઓને આપવામાં આવશે. પરંતુ તે માર્કની વાર્ષિક પરીક્ષાના પરિણામમાં ગણતરી નહીં થાય. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ટેસ્ટનો હેતુ વિદ્યાર્થીઓને સ્કૂલમાં અપાયેલું શિક્ષણ અને તે કેટલું શીખ્યો તે જાણવાનો હેતુ છે. આ ટેસ્ટમાં અભ્યાસમાં નબળા પુરવાર થતા વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવીને દેખાવ સુધરે તેવા પ્રયાસ કરવામાં આવશે.

READ  છેલ્લા પાંચ વર્ષમાં માત્ર બે વખત યોજાયો ગુજરાત સરકારનો ચેક વિતરણ સમારોહ, છતાં કરાઈ ધૂમધામ
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હવે વિદ્યાર્થીઓની દર અઠવાડિયે ટેસ્ટ

આ પણ વાંચો: શા માટે 15 ડિસેમ્બર પહેલાં શાળા-કોલેજોને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રેપ્લિકા સ્થાપવાનો આદેશ અપાયો ?

ધો. 3થી 8માં 22 ડિસેમ્બરથી દર શનિવારે પરીક્ષા
રાજ્યના 38.11 લાખ વિદ્યાર્થીની સાપ્તાહિક ટેસ્ટ
ગુજરાતી, ગણિત, પર્યાવરણ, અંગ્રેજીની પરીક્ષા લેવાશે
વાર્ષિક પરીક્ષાના પરિણામમાં આ માર્ક્સ ગણતરી નહીં થાય

[yop_poll id=242]

READ  5 હજારમાં લઈ શકશો પોસ્ટ ઓફિસની ફેન્ચાઈઝી, દર મહિને આટલી કમાણી કરી શકશો

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

PM Narendra Modi reached Narmada Dam, Singers all set to welcome him | Tv9GujaratiNews

FB Comments