વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાં 60થી 70% વજન ખાનગી ગાઈડ અને પુસ્તકોના કારણે હોય છે! જાણો સરકારે આ અંગે બનાવ્યો કેવો કડક કાયદો?

વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાં 60થી 70% વજન ખાનગી ગાઈડ અને પુસ્તકોના કારણે હોય છે!

વીડિયો:

ભાર વિનાના ભણતરનું સૂત્ર ખરા અર્થમાં સાકાર થાય તે માટે સ્કૂલ બેગના વજનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકારે પણ સ્કૂલોને નિર્દેશ કરી માનવ સંસાધન વિકાસ મંત્રાલયના પરિપત્રનું અમલીકરણ કરવા આદેશ કર્યો છે. બાળકોના સ્કૂલ બેગનું વજન ઘટાડવા માટે શિક્ષણ વિભાગે પણ કમર કસી છે અને કેટલીક મહત્વની નીતિઓ બનાવી તેનો અમલ કરવા શાળાઓને તાકીદ કરવામાં આવી છે.

વીડિયો:

આ મુદ્દે પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષણ સચિવ વિનોદ રાવ સાથેની વાતચીતમાં એ તમામ માહિતીઓ જાણવા મળી કે જેનાથી ગુજરાતના તમામ વાલીઓને એ માર્ગદર્શન મળશે કે બાળકોની સ્કૂલ બેગમાં શું મૂકવું અને શું નહીં.

હાલ આ ભાર વિનાના ભણતરની નવી નીતિનું અમલીકરણ શરૂ કરી દેવાયું છે. જે અંતર્ગત ચાર અલગ અલગ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. ખાનગી ગાઈડ સ્કૂલે લઈ જવા માટે પણ નિયમ બનાવવામાં આવ્યો છે. તો આગામી સત્રથી એક વિષયના જ બે અલગ અલગ સત્રોમાં, બે ભાગમાં પુસ્તકો વિદ્યાર્થીઓએ લઈ જવાના રહેશે. તો સ્કૂલમાં દરરોજ લેવાતા પીરિયડ્સ માટે પણ નિયમ બનાવવામાં આવ્યો છે. 8 તાસની જગ્યાએ 4 વિષયના બે-બે ક્લાસ લેવામાં આવશે. તો હોમ વર્ક માટે પણ NCERTની ગાઈડલાઈન પ્રમાણે આપવાનો આદેશ અપાયો છે.

હવે બનશે ખરું ભાર વિનાનું ભણતર

ભાર વિનાના ભણતર માટે સરકારે બનાવ્યા 3થી 4 એક્શન પ્લાન
વિદ્યાર્થીઓની સ્કૂલ બેગમાં 60થી 70% વજન ખાનગી ગાઈડ અને પુસ્તકોના કારણે હોય છે!
કોઈ શાળા-શિક્ષક ખાનગી ગાઈડ ખરીદવાની ફરજ ન પાડી શકે
આખા વર્ષના પુસ્તકો એકસાથે નહીં છપાય


બે અલગ અલગ સત્રોના પુસ્તકો છપાવવાનો નિર્ણય
હવેથી દરરોજ 4 વિષયોના 2-2 તાસ લેવાશે જેથી ઓછા પુસ્તકોની જરૂર પડે
હોમ વર્ક થકી બાળકોને સ્ટ્રેસ ના પડે તે માટે રાજ્ય સરકારની કડક સૂચના

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Parts of Gujarat receive unseasonal rainfall - Tv9

FB Comments

Hits: 171

Comments are closed, but trackbacks and pingbacks are open.