હવે રાત્રી દરમિયાન પોલીસના દંડા નહિ દુકાનો ચાલશે, 70 વર્ષ જુના કાયદામાં ગુજરાત સરકારે કર્યો ફેરફાર

Gujarat govt gives permission to keep retail markets open for 24*7

રાજ્યમાં જો રાત્રે દુકાન અથવા તો ખુલ્લી હોય તો પોલીસની લાઠીઓ ખાવાનો વારો આવતો હતો પરંતુ હવે કાયદામાં સુધારા કર્યા બાદ રાત્રે પણ દુકાનો ચાલશે. દેશ આઝાદ થયો ત્યારે ધંધા વેપાર અર્થે તથા નાના વેપારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા shop establishment act 1948 અમલમાં લાવવામાં આવ્યું હતું જે કાયદામાં 70 વર્ષ બાદ ગુજરાતની રૂપાણી સરકારે સુધારો વધારો કર્યો છે. હવે રાજ્યમાં 24 કલાક પોલીસની પરવાનગી મેળવીને બજાર અને દુકાન ખુલ્લા રાખી શકાશે.

આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે વર્ષ 1948માં જે કાયદો હતો તેમાં સુધારો કરીને આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે આ કાયદાનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવશે. આ વિધેયક પસાર થવાથી રાજ્યમાં નાના-મોટા બજારો, ખાણી-પીણી તથા નાના વેપારીઓ દ્વારા ચલાવવામાં આવતી દુકાનો 24 કલાક ખુલ્લી રાખવાની જોગવાઈ કરવામાં આવી છે તે અંગે વધુમાં જણાવ્યું હતું કે ૨૪ કલાક દુકાનો અને બજાર ખુલ્લા રહે તે માટે પ્રારંભિક જે તે વિસ્તારના પોલીસ અધિકારીની સુચના અને સંમતિથી રાખવાનો નિર્ણય કરવામાં આવશે.

READ  ડાંગમાં નદીમાં તણાયા 3 યુવાનો, જુઓ LIVE VIDEO

VIDEO :

અમુક વિસ્તારમાં અથવા તો સંવેદનશીલ વિસ્તારોમાં જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે ત્યારે તે સમય દરમિયાન તમામ જવાબદારી કલેક્ટર, જીલ્લા પોલીસ વડા અથવા તો પોલીસ કમિશ્નર ઉપર રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે રોજગારીમાં પણ વધારા બાબતે પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે 24 કલાક ચાલુ રહેતી દુકાનોના કારણે હવે શિફટમાં કામ થશે જેને કારણે રોજગારીનાં પણ વધારો થશે.

 

READ  VIDEO: છોટા ઉદેપુરમાં રેતીનું ગેરકાયદેસર ખુલ્લે આમ થઈ રહ્યું છે ખનન, રોકવાનો પ્રયાસ કરતા રેત માફિયાઓએ કર્યો સરકારી કર્મચારીઓ પર પથ્થરમારો

[yop_poll id=1147]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad : AMC failed to maintain Social Distancing among people while distributing food packets

FB Comments
About Nirmal 11 Articles
NIRMAL DAVE PRINCIPAL CORRESPONDENCE, TV9 GUJARAT GANDHINAGAR.