ગુજરાત સરકારે સવર્ણ યોજનામાં 69 બિનઅનામત જાતિઓની યાદી કરી જાહેર,જાણો કોનો કોનો કર્યો સમાવેશ ?

2019ની લોકસભા પહેલાં રાજ્યની ભાજપ સરકારે મોટો દાવ રમ્યો છે. રાજ્ય સરકારે સવર્ણ યોજના અન્વયે 69 બિનઅનામત જાતિઓની યાદી જાહેર કરી છે. આ બિનઅનામત વર્ગમાં આવતા તમામ ઉમેદવારો માટે સરકારે 8 જેટલી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં શૈક્ષણિક, આર્થિક અને વ્યવસાયિક સહિત સરકારી નોકરી માટેની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

આ ઠરાવમાં દર્શાવવામાં આવેલી તમામ વર્ગની જાતિઓએ કોઈ પણ સરકારી સહાય માટે મામલતદાર પાસેથી બિનઅનામત વર્ગનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી રહેશે. પાટીદાર અનામત આંદોલનને પગલે સરકારે સપ્ટેમ્બર 2017માં તત્કાળ ઠરાવ કરીને સવર્ણ જ્ઞાતિના શૈક્ષણિક અને આર્થિક વિકાસ અર્થે બિનઅનામત નિગમ- GUEEDCની રચના કરી હતી. તેના એક વર્ષ પછી સરકારે બિનઅનામત વર્ગની 69 જાતિઓને અલગ તારવી શુક્રવારે તેનો ઠરાવ જાહેર કર્યો હતો.

READ  સરક્યુલેશનના લીધે યથાવત રહેશે વરસાદ, આ વિસ્તારોમાં છે તોફાની વરસાદની આગાહી

કઈ કઈ જાતિઓનો કરવામાં આવ્યો સમાવેશ ? 

Tv9_News
હિન્દુઓની 42 જાતિઓનો સમાવેશ

આ જાતિઓમાં હિંદુઓની 42, મુસ્લિમોની 24 જાતિ અને 3 અન્ય જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બ્રાહ્મણ, વૈષ્ણવ, વાણિયા, રાજપૂત, ક્ષત્રિય, પટેલ, જૈન, સોની અને સિંધી જેવી હિંદુ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયન કોચ: વિકેટ પડતાં જો કોહલીની જેમ ઉજવણી કરીએ તો અમે દુનિયા સૌથી બદ્તર વ્યક્તિ કહેવાઇએ 

READ  ભૂજના ખેડૂતે કરી જળસંચયની અનોખી પહેલ, જુઓ VIDEO
tv9_news
મુસ્લિમોની 24 જાતિ

જ્યારે સૈયદ, બલોચ, શેખ, મલિક, ખોજા, મોમિન, પઠાણ વગેરે જેવી મુસ્લિમ જાતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ખ્રિસ્તી અને પારસી જાતિઓનો પણ સમાવેશ

આ ઉપરાંત ખ્રિસ્તી, પારસી અને યહુદી જેવી ધર્માવલંબી જાતિઓનો પણ બિનઅનામતની યાદીમાં સમાવેશ કરાયો છે.

[yop_poll id=”163″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

રાજકોટ: ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની પાર્ટીમાં પોલીસના જ દરોડા

FB Comments