સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબર………..મોંઘવારી ભથ્થામાં વધારો, રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારીને મળશે ફાયદો

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા જ સરકારી કર્મચારીઓ માટે ખૂશ ખબર આવી છે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા સાથે નવી જાહેરાત કરાઈ છે. આ જાહેરાતનો લાભ રાજ્ય સરકારના 9.61 લાખ કર્મચારીઓને મળશે.

આ પણ વાંચોઃ પ્લાસ્ટિક પ્રદુષણને નિયંત્રણ કરવા માટે રાજ્ય સરકાર સાથે મળીને અમૂલ શરૂ કરશે આ અનોખી પહેલ, ગ્રાહકને પણ થશે આ મોટો ફાયદો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ડુંગળીના ભાવને કાબૂમાં લેવા માટે સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, વાંચો ખબર

 

હાલમાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. નવી જાહેરાત બાદ સરકારના ખજાના પર 1071 કરોડ રૂપિયાનો બોજો પડશે. 3 ટકાના વધારા સાથેનું ભથ્થું કર્મચારીઓને જૂલાઈના પગારમાં ચૂકવવામાં આવશે. ત્યારે જોવામાં આવે તો સરકારી કર્મચારીઓને હવે 15 ટકા ભથ્થા સાથે પગાર ચૂકવણી કરાશે. તો સાથે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને પણ આ લાભ મળવાનો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments