બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.માટેની પરીક્ષા રદ થયા બાદ 5 હજાર જગ્યા પર લેવાશે નવી EXAM

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ હવે રાજ્ય સરકારે નવો નિર્ણય કર્યો છે. અગાઉ 3500 જગ્યા માટે પરીક્ષા યોજાવવાની હતી. જે બાદ માહિતી મુજબ વધુ 1500 જેટલી જગ્યા વધારવામાં આવશે. એટલે કુલ 5 હજાર જગ્યા માટે પરીક્ષા યોજાઈ શકશે. અગાઉ આ જગ્યા માટે ધો. 12 પાસ પણ પરીક્ષા આપી શકતા હતા. પરંતુ હવે તમારે સ્નાતક હોવું જરૂરી બને છે. નવી પરીક્ષા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ નવેસરથી યોજાશે. જો કે આ અંગે હજુ કોઈ તારીખ જાહેર કરી નથી.

READ  Gujarat's famous Kutchi shawl gets GI tag - Tv9 Gujarati

આ પણ વાંચોઃ મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં કામગીરી બદલ નોબલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, સરકારે અગાઉ 3500 જગ્યા માટે પરીક્ષાનું આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાના થોડા દિવસો પહેલા જ સરકારે રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જેની પાછળ શૈક્ષણિક લાયકાતનું કારણ દર્શાવ્યું હતું. સરકારના મત પ્રમાણે બિનસચિવાલયના ક્લાર્ક માટે સ્નાતક હોવું જરૂરી છે.

READ  હવે વધશે ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓનું પેન્શન, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments