ગાંધીનગર LRD ભરતી વિવાદમાં મોટા સમાચાર, સરકાર ભરતીની બેઠકમાં વધારો કરી શકે છેઃ સૂત્રો

ગાંધીનગર LRD ભરતી વિવાદમાં એક મોટી માહિતી સામે આવી રહી છે. વિવાદ ઉકેલવા માટે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભરતીની બેઠકમાં વધારો કરી શકે છે. મહત્વનું છે કે, ગાંધીનગરમાં બંને પક્ષના વિદ્યાર્થીઓ આમને-સામને છે. એક પક્ષ સરકારના પરિપત્રને રદ કરવાની માગણી કરી રહ્યો છે. તો બીજી તરફ બીજો પક્ષ પરિપત્રને કાયમ રાખવાની માગણી કરી રહ્યું છે. સરકારે SC-ST અને OBCના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જે બાદ અન્ય આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ત્યારે કોઈપણ પક્ષને ધ્યાનમાં રાખીને સરકાર મહત્વનો નિર્ણય કરી શકે છે.

READ  વડાપ્રધાન મોદીએ 'ફિટ ઈન્ડિયા મુવમેન્ટ'ને લઈને આપ્યા 9 નમો મંત્ર, વાંચો એક ક્લિક કરીને

આ પણ વાંચોઃ અનામત અને બિનઅનામતનો વિવાદઃ સરકારના મધ્યસ્થી તરીકે વરૂણ પટેલ અને યગ્નેશ દવે સાથે ખાસ બેઠક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments