ગાંધીનગરમાં કમોસમી વરસાદના કારણે નુકસાન પર સરકારની બેઠક, વળતર મુદ્દે નવા ધારા-ધોરણ બનશે!

રાજ્યભરમાં ખેડૂતોને થયેલા માવઠાથી નુકસાનની ચુકવણી ધારા-ધોરણ પ્રમાણે થશે. તેવી બાંહેધરી કૃષિ વિભાગે આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં પાકમાં 33 ટકાથી ઓછું નુકસાનના ધારા-ધોરણ નક્કી થઈ શકે છે. ઓછા નુકસાનના વળતર માટેની ટકાવારી નક્કી કરાઈ શકે છે. SDRFના નિયમ સિવાયની સહાય પણ નક્કી થશે. રાજ્ય સરકારે 4 લાખ ખેડૂતો માટે 700 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. આ બેઠકમાં પાક નુકસાનની ટકાવારીની પણ ચર્ચા થઈ રહી છે.

READ  VIDEO: પરિપત્ર પર ઘેરાઈ રાજ્ય સરકાર, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

આ પણ વાંચોઃ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવવા મામલે હાઈકોર્ટે પૂર્વ પ્રધાન બાબુ બોખીરિયાને નોટિસ ફટકારી

આ ઉપરાંત, 8 દિવસ થયેલા માવઠા દરમિયાન 2 લાખ ખેડૂતોએ પાક નુકસાનીની અરજી કરી છે. પાકવીમો લીધો હોય તેવા 2 લાખ ખેડૂતોએ નુક્સાનીની અરજી કરી. રાજ્યમાં 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન માવઠું થવાથી ખેડૂતોને ભારે નુક્સાન ગયું છે.. ત્યારે પાક વીમા કંપનીએ 1 લાખ ખેડૂતોની અરજી અંગે સર્વે પ્રક્રિયા કરી છે. જ્યારે હજુ બાકી રહેલી અરજી પર સર્વે પ્રક્રિયા ચાલુ છે.

READ  અંબાજીમાં માતાના ભંડારમાં ભક્તોએ કર્યું ભરપૂર દાન, 4 દિવસમાં 84 લાખ રૂપિયા થી વધુ થયું દાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments