ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ ! ગુજરાતમાં ટીચરોને લઈને સરકારે જાહેર કર્યો એક પરિપત્ર અને ગણતરીના કલાકોમાં જ કરી નાખ્યો રદ્દ

સવારે બહાર પાડેલો પરિપત્ર
સવારે બહાર પાડેલો પરિપત્ર

3 જાન્યુઆરી 2019થી ગુજરાત સરકાર 33 જિલ્લામાં 39 ગરીબ કલ્યાણ મેળાની વિધિવત શરૂઆત કરશે જે 5 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં પોરબંદર ખાતેથી ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરવામાં આવશે જેમાં મુખ્યમંત્રીથી લઈને અનેક નેતાઓ અને કાર્યકરો જોડાવાના છે. તેમજ મોટી સંખ્યામાં લોકો પણ ભાગ લેવાના છે ત્યારે વ્યવસ્થા પણ તે પ્રકારની હોવી ખૂબ જરૂરી છે જે વ્યવસ્થાના ભાગરૂપે સરકારે અલગ અલગ વિભાગોને કામગીરી સોપી છે.

READ  અમરેલીની સાવરકુંડલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2550, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આજે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 40 શિક્ષકોને બેઠક વ્યવસ્થા, પાણી આપવાની તેમજ અન્ય કામગીરી સોંપ્યાનો પરિપત્ર બહાર પાડ્યો.

સવારે બહાર પાડેલો પરિપત્ર
સવારે બહાર પાડેલો પરિપત્ર

તો બીજી તરફ સરકારે બહાર પાડેલા આ જ પરિપત્રનો કોંગ્રેસે કર્યો વિરોધ અને ભાજપ સરકાર દ્વારા શિક્ષકોનું આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવે છે અને શિક્ષકોના સન્માનને ઠેશ પહોંચાડતી હોવાના આક્ષેપો કર્યા. આક્ષેપોની સાથે જ સરકારને જાણે પોતાની ભૂલ સમજાઈ હોય તેમ સવારે બહાર પાડેલો પરિપત્ર રદ્દ કરી નાખ્યો અને મોડી સાંજે નવો પત્ર જાહેર કર્યો તેમજ શિક્ષકોને સોંપેલી કામગીરી પણ પરત ખેંચી લીધી.

READ  મહિલાનો અવાજ કાઢવાનું પડ્યું ભારે! ફિલ્મ અભિનેત્રીના નામે ઠગાઇ, જુઓ VIDEO

કોંગ્રેસના આક્ષેપ બાદ નવો પત્ર જાહેર કરાયો
કોંગ્રેસના આક્ષેપ બાદ નવો પત્ર જાહેર કરાયો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=”443″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192