રાજસ્થાનમાં બાળકોના મોત બાદ ગુજરાતમાં પણ બાળમૃત્યુને રાજકારણ, વિપક્ષે કર્યા સરકાર પર આક્ષેપ

Gujarat govt should focus on recruitment of efficient doctors in Civil hospitals: Manish Doshi

રાજસ્થાનના કોટામાં બાળકોના મોત પર શરૂ થઈ રહેલું રાજકારણ હજુ પુરુ નથી થયું. ત્યારે ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટમાં બાળકોના મોત પર આરોગ્ય વિભાગ અને સરકાર સવાલોના ઘેરામાં આવી ગઈ છે. વિપક્ષ સરકાર સામે આક્રમક થઈ ગયો છે. તો બીજી તરફ સરકાર બચાવ કરવાની સાથે વિપક્ષ સામે પણ શબ્દબાણ ચલાવી રહી છે.

READ  નકલી દવાથી રહો સાવધાન! મેડિકલ સ્ટોરમાંથી થઈ રહ્યું છે દવાનું વેચાણ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ અમદાવાદ અને રાજકોટમાં નવજાત શિશુના મોતને લઈ સરકારનો દાવો, બાળમૃત્યુ દર 25 કરતા પણ નીચે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુખ્યપ્રધાન ગંભીરતાથી આ મામલે તપાસની ખાતરી આપી રહ્યા છે. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાને બાળ મૃત્યુદર ઘટવાની સાથે કોંગ્રેસ શાસિત રાજ્યોના બાળમૃત્યુ દર સાથે સરખામણી કરીને, કોંગ્રેસેના સવાલો સામે વળતા સવાલો ઉભા કર્યા છે. જો કે, આ રાજનીતિ વચ્ચે બાળકોના મોત થઈ રહ્યા છે, તે હકીકત છે.. અને તેની સામે આરોગ્ય વિભાગે અસરકારક પગલાં ભરવા જ પડે, તેવી સ્થિતિ ઉભી થઈ છે.

READ  સસ્તામાં કુંભ જવું હોય તો વાંચી લો ખબર, IRCTC 1000 રૂપિયાથી ઓછા ખર્ચે કરાવશે કુંભ મેળાની યાત્રા, બુકિંગ ટૂંકમાં જ થવાની છે શરુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments