એક, બે કે ત્રણ નહીં પરંતુ એક સાથે 15 સિંહનું ટોળુ, જુઓ VIDEO

તમે જંગલમાં તો ગયા હશો પણ એક સાથે 15 સિંહ ક્યારેય નહીં જોયા હોય. અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક વીડિયો જેમાં 15 સિંહ દેખાય છે. આ વીડિયો છે ગિરનાર જંગલની સરહદ પરના પતુરા ગેટ પાસેનો, જ્યાં રસ્તા ઉપર 15 વનરાજાનો જમાવડો જોવા મળ્યો. સિંહ, સિંહણ અને બાળસિંહ સહિતનો આખો પરિવાર રસ્તા ઉપર ઉતરી આવ્યો.

READ  સુરત: ભારે વરસાદના કારણે માંડવીનો ગોળધા ચેકડેમ થયો ઓવરફ્લો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેના કારણે લોકોએ એક કલાક સુધી જ્યાં હતા ત્યાના ત્યાં જ ઉભા રહી જવું પડ્યું. કારણ કે વનરાજા રસ્તા છોડીને જાય તો તેઓ રસ્તો પસાર કરી શકે. પરંતુ સિંહોના પરિવારે પણ રસ્તા પર જ રહેવાનું મન બનાવી લીધુ હતું. જેથી લોકોને રસ્તો પસાર કરવા માટે એક કલાક સુધી રાહ જોવી પડી. તમને એમ પણ થતું હશે કે સિંહો આખરે રસ્તા ઉપર કેમ ઉતરી આવ્યા. તો અમે તમને જણાવી દઈએ કે ચોમાસા દરમિયાન જંગલમાં મચ્છરોનો ત્રાસ રહે છે. જેથી સિંહ પરિવાર કંટાળીને રસ્તા ઉપર આવી જાય છે. જેથી તેઓ મચ્છર અને બીજી જીવાતોથી બચી શકે.

READ  Poor canal construction causes water shortage, Mangrol - Tv9 Gujarati

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments