હાઈકોર્ટનો આદેશ: કોંગ્રેસની અરજીને ફગાવી, અલ્પેશ ઠાકોરને મળી રાહત

કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. થોડા સમય પહેલાં અલ્પેશ દ્વારા એક હોબાળો કરીને કોંગ્રેસમાં તેની અવગણના થતી હોય તેવા આક્ષેપો કરાયા હતા. આના લીધે જ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા મામલે કોંગ્રેસની લીગલ ટીમે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જેનો અસ્વીકાર કરી હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવાના વચગાળાના કોઇ આદેશ આપી શકાય નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2 દિવસ હળવા વરસાદની આગાહી: ભર શિયાળે ચોમાસાનો માહોલ, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોંગ્રેસની લીગલ ટીમે કોર્ટમાં રજૂઆત કરી હતી કે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે વચગાળાનો સસ્પેન્શન ઓર્ડર આપવામાં આવે. આ અંગે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સસ્પેન્શન રદ્દ કરવા માટે વચગાળાનો આદેશ આપી શકાય નહીં. એવામાં કોર્ટ તરફથી કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આ પહેલા અલ્પેશ ઠાકોરે પક્ષ વિરુદ્ધ કરેલી પ્રવૃત્તિને લઈ તેને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે કરેલી અરજી સંદર્ભે અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું આપ્યું હતું. જેમાં તેણે જણાવ્યું કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. મારા કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર થયો પણ નથી.

READ  ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ગુજરાતના આ વિસ્તારમાં કરા સાથે ભારે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ હવે કોંગ્રેસ માટે અલ્પેશ એક મુશ્કેલી બની ગયો છે અને વિધાનસભામાં તેને ધારાસભ્ય પદ પરથી હટાવવા અંગે કોઈ જ નિર્ણય પણ લેવાતો પણ નથી. એવી અટકળો સેવાઈ રહી છે અલ્પેશ અમિત શાહની મુલાકાત બાદ ભાજપમાં જોડાઈ શકે છે.  જો કે ભાજપમાં હવે અલ્પેશને જગ્યા રાજ્યસભાની ચૂંટણી પછી જ મળી શકશે. એવું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે અલ્પેશની માગણીઓને હવે ભાજપ સીધી જ રીતે સ્વીકારી નહીં લે અને તે ભાજપ પાસે કોઈ વિશેષ માગણી કરી શકશે નહીં.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી

 

[yop_poll id=”1″]

 

FB Comments