રાજ્યમાં રખડતા શ્વાનના ત્રાસ મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત, જાણો વર્ષમાં કેટલા લોકોને કરડે છે શ્વાન

રાજ્યમાં રખડતા શ્વાનના ત્રાસ મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત થઈ. અરજદારે રજૂઆત કરી કે અમદાવાદમાં વર્ષે હજારો લોકોને રખડતા શ્વાસ કરડે છે. પોરબંદરમાં એક 70 વર્ષીય વૃદ્ધાને કૂતરાના ઝુંડે ફાડી ખાધા. આ મુદ્દે હાઈકોર્ટે અમદાવાદના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને ગૃહ વિભાગને નોટિસ ફટકારી. અને 5 ફેબ્રુઆરી સુધીમાં ખુલાસો કરવા હાઈકોર્ટે નિર્દેષ આપ્યા છે. અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે અમદાવાદમાં ચલાવવામાં આવેલો શ્વાન ખસીકરણ કાર્યક્રમ આંખમાં ધૂળ નાંખવા સમાન છે. રસીકરણ બાદ પણ શ્વાનની સંખ્યા વધી છે.

READ  Maharashtra farmers spill milk on highway, protest may hit supplies to Mumbai - Tv9 Gujarati

આ પણ વાંચોઃ અમદાવાદના માધુપુરમાં એક લાખની લૂંટની ઘટના, સરનામું પૂછવાના બહાને પૈસાની લૂંટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments