બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટે સરકાર અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન પાસે માગ્યો ચાર્ટ

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની સંમતિ આપનાર ખેડૂતોને કુલ રકમ કરતાં 50 ટકા જેટલું વધુ વળતર ચુકવાશે. હાઈકોર્ટ સમક્ષ આ નિવેદન કર્યું એડવોકેટ જનરલે. બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટમાં ગઈ કાલે સુનાવણી થઇ. હાઇકોર્ટમાં બંને પક્ષે દલીલો પૂર્ણ થયા બાદ હવે વધુ સુનાવણી 11 જાન્યુઆરીનાં રોજ હાથ ધરવાનો આદેશ કોર્ટે કર્યો છે.

11 મી જાન્યુઆરીનાં રોજ હાઇકોર્ટે સરકારને તેમજ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનને કોર્ટમાં ચાર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકાર અને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા દલીલ રજૂ કરવામાં આવી. જેમાં સરકાર તરફે એડવોકેટ જનરલે જણાવ્યું કે, જમીન સંપાદન માટે સંમતિ આપનાર ખેડૂતોને કુલ રકમ કરતાં 50 ટકા જેટલુ વધુ વળતર ચુકવાશે. ઇન્કમટેક્સ વિભાગ જે રીતે જગ્યાનું મુલ્યાંકન આકારણી માટે કરે છે તે પ્રકારના ભાવના આધારે વળતર ચૂકવાશે એટલે કે જંત્રીની 2011 ની કિંમત પ્રમાણે વળતર નહીં ચૂકવાય.

READ  NCCની રેલીમાં વડાપ્રધાને કહ્યું 'હમ કિસી કો છેડતે નહીં ઔર જો હમે છેડતા હૈ ઉસકો હમ છોડતે નહીં'

સાથે જ જે લોકોએ જમીન સંપાદન માટે સંમતિ નથી આપી તેમનાં માટે પણ યોગ્ય બજાર કિંમતનાં આધાર પર વળતર ચૂકવાશે. હાઇકોર્ટે સરકાર અને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનને કરેલા આદેશ મુજબ ચાર્ટમાં જમીન સંપાદનનાં કારણે ખેડૂતોને મળનારું વળતર તેમજ રિસેટલમેન્ટ એન્ડ રિહેબિલીટેશનની કિંમત બાબતે વિગતો જોડવાનો રહેશે. નેશનલ હાઇવે કે અન્ય પ્રોજેક્ટનાં જમીન સંપાદનમાં ચૂકવાતા વળતર અ ને તેને આનુસંગિક આ પ્રોજેક્ટમાં ખેડૂતોને આશરે ક્યા પ્રકારનો અને કેવા પ્રકારનો લાભ થશે તે અંગેની સરખામણી કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે..

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મેં ભી ચોકીદાર' કેમ્પેઈન હેઠળ 500 જગ્યા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે ચર્ચા
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જમીન સંપાદન પર સરકારની દલીલ
બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનનો મામલો
જમીન સંપાદન મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ
જમીન સંપાદનની સંમતિ આપનાર ખેડૂતોને વધુ વળતર
કુલ રકમ કરતાં 50 ટકા જેટલું વધુ વળતર ચૂકવાશે
ઇન્કમટેક્સ વિભાગ કરે છે તે પ્રકારે ભાવના આધારે વળતર
જંત્રીની 2011 ની કિંમત પ્રમાણે વળતર નહીં ચૂકવાય
સંમતિ નથી આપી તેમને યોગ્ય બજાર કિંમતના આધાર પર વળતર

READ  ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસા મામલે સંભળાવ્યો મહત્વનો ચુકાદો, છૂટાછેડા બાદ નહીં કરી શકે કેસ

[yop_poll id=374]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.

FB Comments