હવે શાળા-કોલેજના પ્રવેશ માટે નહીં પડે તકલીફ, ડોમીસાઈલ સર્ટિફિકેટ પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Gujarat High Court_tv9

Gujarat High Court_tv9

ગુજરાત હાઈકોર્ટે ડોમીસાઈલ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સગીરનું ડોમિસાઈલ વાલીના ડોમીસાઈલ પરથી નક્કી થશે. 10 વર્ષથી ગુજરાતમાં રહેતા વાલીઓનું ડોમીસાઇલ રાજ્ય ગણવું. આ ચુકાદાને કારણે મૂળ વતન છોડીને ગુજરાતમાં રહેતા લોકોને મોટી રાહત મળી શકે છે.

હાઇકોર્ટે ડોમીસાઇલ મુદ્દે ચુકાદો આપતા મહત્વનું અવલોકન કર્યું કે સગીર બાળકનું ડોમીસાઈલ તેના માતા-પિતાના ડોમિસાઈલ પરથી નક્કી થાય છે અને બાળકના માતા-પિતા દસ વર્ષથી ગુજરાતમાં સ્થાયી થયા હોય અને ગુજરાતમાં જ રહેવાનો સ્પષ્ટ ઇરાદો દેખાતો હોય તો તેમનું ડોમીસાઈલ ગુજરાતનું ગણી શકાય. સાથે જ પોતાનું મૂળ વતન છોડી અને વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા હજારો પરિવારોના ડોમીસાઈલ બાબતનો હાઇકોર્ટનો આ ચુકાદો ઘણો મહત્વનો બની રહ્યો છે.

ડોમીસાઈલ એટલે શું ?

ડોમીસાઈલ એટલે કાયદા પ્રમાણે નાગરિકને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતો નાગરિક તરીકેના અધિકારને ડોમીસાઈલ કહેવામાં આવે છે. જે ભારતનો વતની હોય પરંતુ જે તે રાજ્યનો ન હોય તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.

કોને આપવામાં આવે છે ડોમીસાઈલ ?

ગુજરાતમાં ડોમીસાઈલ પ્રમાણપત્ર (ગુજરાતના મૂળ અધિનિવાસી અંગેનુ પ્રમાણપત્ર) મેળવવા માટે ગુજરાતમાં ઓછામાં ઓછા દસ વર્ષનો વસવાટ હોવો જરૂરી છે, આ પ્રમાણપત્ર રહેઠાણના તથા અભ્યાસના પૂરાવાની ચકાસણી બાદ મળે છે. જે અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાતમાં 10 કે 10 વર્ષથી વધુ સમયથી સ્થાયી થયેલા કોઈ પણ રાજ્યના નાગરિકને મળવાને પાત્ર હોય છે.

આ પણ વાંચો : આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત બ્રિટિશર ઓરોપીનું દેશમાં આવ્યો, જાણો ‘ઓપરેશન યુનિકૉન’ની સમગ્ર ઘટના

ગુજરાતમાં દીવ-દમણ, દાદારાનગરહવેલી અને સેલવાસ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે. આ પ્રદેશમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્કૂલો પણ છે. આ સ્કૂલોમાં અભ્યાસ કરીને ધોરણ 12 સાયન્સ પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને પણ મેડિકલ સહિત નીટ આધારિત પ્રક્રિયામાં પ્રવેશ માટે લાયક ગણવામાં નહીં આવે.

શું છે નવો નિયમ ?

નવા નિયમ પ્રમાણે સેન્ટ્રલ બોર્ડ, ઇન્ટરનેશનલ બોર્ડ, કેમ્બ્રીજ સહિતના કોઇપણ બોર્ડમાંથી પાસ થયા હોય તેઓ પ્રવેશ માટે લાયક ગણાશે પરંતુ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી રહેતા હોય તેના પૂરાવા રજૂ કરવાના રહેશે. મહત્ત્વની વાત એ કે સેલવાસ, દીવ-દમણ, દાદરા નગરહવેલીમાં આવેલી ગુજરાત બોર્ડની સ્કૂલમાં અભ્યાસ કરતાં હોય અને ત્યાં જ રહેતા હોય તેમને પ્રવેશ માટે લાયક ગણવામાં નહી આવે. પરંતુ જો તેઓ બાજુના કોઇ ગામમાં રહીને દમણ-સેલવાસમાં અભ્યાસ માટે જતાં હશે તેઓ પ્રવેશ માટે લાયક ગણાશે. માત્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયમી વસવાટ કરતાં હશે તેઓ પ્રવેશ માટે લાયક ગણાશે નહીં.

[yop_poll id=”130″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Tapi, Rajkot, Jamnagar, Surat and Bhavnagar among other parts of state woke up to rain today

FB Comments

TV9 Web Desk6

Read Previous

આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત બ્રિટિશર ઓરોપીનું દેશમાં આવ્યો, જાણો ‘ઓપરેશન યુનિકૉન’ની સમગ્ર ઘટના

Read Next

AUS vs IND: ટેસ્ટ સીરિઝમાં 70 વર્ષ જૂનો હારનો કલંક હટાવી શકશે ‘વિરાટ’ સેના ? આ રહેશે મુખ્ય પડકારો

WhatsApp પર સમાચાર