ચાર પૈડાંવાળા વાહનોને CNG કરવા મામલે રાજ્ય સરકાર અસફળ? ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી

રાજ્યના તમામ ચાર પૈડાંવાળા વાહનોને સીએનજી કરવા મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે મક્કમ પગલાનો રીપોર્ટ માગ્યો!

ગુજરાત હાઇકોર્ટમાં 2012 માં કરાયેલી અરજી મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે શા માટે રાજ્ય સરકાર હાઇકોર્ટના નિર્દેશોનું પાલન નથી કરાવી શકતી? હાઇકોર્ટે રાજ્યમાં સીએનજી નેટવર્ક અને માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટેનો આદેશ કર્યો હતો.

READ  VIDEO: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મુદ્દે રાજ્ય સરકારને હાઈકોર્ટની ફટકાર, 9 ગામના ખેડૂતોને મળી મોટી રાહત

રાજ્યમાં વાહનોને કારણે થતા ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણના ઉંચા પ્રમાણને જોતા સૂચનાઓ આપી હતી. પરંતુ આ અંગે હાઇકોર્ટનો પ્રથમદર્શી મત એ રહ્યો કે સરકાર આ સૂચનાઓનો અમલ કરાવી શકી નથી. હાઇકોર્ટે રાજ્ય સરકારને કડક કાર્યવાહીના રિપોર્ટ આપવાનો આદેશ કરી ફેબ્રુઆરી મહિનામાં વધુ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હાઇકોર્ટે કહ્યું કે એક વર્ષમાં તમામ ચાર પૈડાંવાળા વાહનોને CNGમાં ફેરબદલ કરવામાં આવે. દિલ્હી અને મુંબઈના ભાવે સીએનજી મળી રહે તે મામલે થયેલી જાહેરહિતની અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આ હુકમ કર્યો હતો.

READ  Aged man tries to immolate self in in Kheda, detained - Tv9 Gujarati

[yop_poll id=373]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Maharashtra CM Uddhav Thackeray to visit Ayodhya on March 7 | Tv9GujaratiNews

FB Comments