VIDEO: ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી આવ્યા માઠા સમાચાર

કચ્છના ગાંધીધામમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટું આવ્યું છે. નોંધનીય છે કે, વહેલી સવારથી જ કચ્છના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જેને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા છે અને ઠંડીમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો : જાણો કોણ છે એ રાજકુમારી જેના પ્રેમ લગ્નમાં 21 વર્ષ આવ્યો મોટો વળાંક ?

READ  લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO

દેશના વ્યાવ્ય દિશામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી 10 અને 11 ડિસેમ્બરમાં બે દિવસમાં માવઠાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રાજ્યમાં અનેક સ્થળે ઝાપટાં અને અમદાવાદમાં વાદળીયાં વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ તરફ ઠંડી 12થી 13 ડિસેમ્બર બાદ બેથી ત્રણ ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડી શરૂ થવાની શક્યતા છે. 10થી 11મી ડિસેમ્બર દરમિયાન રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાની શક્યતા છે. રાજ્યમાં 2014થી લઇને 2017 સુધીમાં ઓખી વાવાઝોડુ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થયું હતું.

READ  VIDEO: અમદાવાદ શહેરમાં પ્રદુષણનું સ્તર વધ્યું, એર ક્વોલિટી ઈન્ડેક્સ 281 પર પહોંચ્યો

[yop_poll id=”186″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments