ગુજરાતના ઉમરગામ થી અંબાજીનો આદિવાસી પટ્ટો સિકલ સેલના અજગરી ભરડામાં, જાણો શું છે રોગની લાક્ષણિકતા

ગુજરાતના ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા અનુવાંશિક રોગ સિકલ સેલે ભરડો લીધો છે વંશપરંપરાગત રોગ ગણાતા સિકલસેલ એનિમીયાના દર્દીઓ વધતા આદિવાસી સમાજમા ચિંતા ઘેરી બની છે સાથે રોગને અટકાવવામા રાજ્યનુ આરોગ્ય વિભાગ પણ મુંઝવણમા મુકાયુ છે.

ગુજરાતના આદિવાસી પટ્ટામા વંશપરંપરાગત રોગ સિકલસેલ એનીમિયા એટલી હદે વકરી રહ્યો છે કે સમગ્ર આદિવાસી પટ્ટા જાતિય અસંતુલન ખોરવાઈ જવાની સ્થિતિ નિર્માણ થઈ છે સિકલસેલની દર્દીઓની વધતી સમસ્યા સામાજિક આગેવાનો માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

READ  બંગાળમાં હિંસાનો દોર યથાવત્ઃ એક TMC અને BJPના 3 કાર્યકરોની હત્યા થઈ હોવાના દાવા વચ્ચે મમતા બેનર્જી પર સવાલ

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ જેવા કે નર્મદા,ભરુચ,સુરત,તાપી,નવસારી,ડાંગ,સેલવાસ અને વલસાડમા મોટી સંખ્યામા આદિવાસીઓ સિકલસેલના દર્દીઓ જોવા મળી રહ્યા છે જેમા પ્રેગનન્ટ સિકલસેલ પોઝીટીવ મહિલાઓને પારાવાર મુશ્કેલીની વેઠવી પડે છે.

આ પણ વાંચો : સેના, CRPF, BSF, ITBP થી લઈ CISF વચ્ચે છે ઘણું અંતર, કોને મળે છે શહીદનો દરજ્જો અને કોને નથી મળતો ?

એટલું જ નહીં કાયમી ધોરણે ફોલીક એસીડની ગોળીઓ લેવી પડે છે જ્યારે સિકલસેલ ટ્રેઈટ દર્દીઓએ પણ સમયસર દવા અને જરુર પડ્યે લોહીની પણ જરુર પડે છે એક અંદાજ પ્રમાણે નવસારી જિલ્લાની 14 લાખની વસ્તીમા 1600 દર્દીઓ સિકલસેલ પોઝીટીવ છે જ્યારે 48 હજાર દર્દીઓ સિકલસેલ ટ્રેઈટ ( વાહક) જોવા મળ્યા છે જે આરોગ્ય વિભાગ માટે ખતરાની ધંટી સમાન છે. જ્યારે મસમોટી સિકલસેલ દર્દીઓ ધરાવતા જિલ્લામા બ્લડની પણ શોર્ટેજના કારણે કેટલીક વાહ કટોકટોની સ્થિતિ ઊભી થાય છે.

ગ્રામ્ય વિસ્તારમા સિકલસેલ રોગના કારણે સામાજિક અસંતુલન વધી રહ્યુ છે કેન્દ્ર અને રાજ્યસરકારે પણ વિવિધ સંશોધનો દ્વારા રોગના નિદાનના પ્રયાસો કર્યા છે પરંતુ વંશપરંપરાગત રોગને રોકવાનો એકમાત્ર માર્ગ સિકલસેલ પોઝીટીવ દર્દીઓ પોતાની સામાજિક ઊતરદાયિત્વ નિભાવી લગ્ન ન કરે તો આનુવાંશિક રોગને રોકી શકાય તેમ છે તેના માટે સામાજિક જાગૃતિ પણ જરુરી બની ગઈ છે.

READ  Gujarat : Education Minister Bhupendra Chudasma hols meeting with DEOs, DPEOs

[yop_poll id=1572]

Top News Stories From Gujarat: 27/2/2020| TV9News

FB Comments