VIDEO: ટૂંક સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે ‘મહા’ વાવાઝોડું, જાણો આગળ વધતા વાવાઝોડાની ગતિવિધિ

Gujarat Maha likely to become ‘very severe’ cyclonic storm

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું મહા વાવાઝોડું આજે અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરશે. હાલ આ વાવાઝોડું વેરાવળના દરિયા કાંઠેથી 530 કિલોમીટર દૂર છે. અને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ વાયવ્ય દિશામાં આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ‘મહા’ વાવાઝોડાની અસર યથાવત, અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

મહા વાવાઝોડાને કારણે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં 6 અને 7 નવેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે. અને આગામી ચાર દિવસ દરિયો પણ તોફાની રહેશે. જેને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં કપાસના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments